તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો હુકમ છતા રસ્તો ન ખોલાયો:બગસરામાં ભાજપ આગેવાને દબાણ કરી ખેડૂતનું હલાણ 11 વર્ષથી બંધ કર્યું

બગસરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાકીકે હલાણ દૂર કરવા ઉઠાવી માંગ
  • વિપ્ર મહિલાનાે પરિવાર ખેતી કરવા જઇ શકતાે ન હાેય જમીન બંઝર થઇ ગઇ

સતાધારી પક્ષના અાગેવાનાે પાેતાની વગનાે ઉપયાેગ કરી કાેર્ટના હુકમને પણ નહી માની કાેઇ ખેડૂતનુ જીવન કઇ રીતે દુષ્કર બનાવી શકે છે તેનાે ઉતમ નમુનાે બગસરામા જાેવા મળી રહ્યાે છે. જયાં અેક ભાજપ અાગેવાને મહિલા ખેડૂતનુ હલાણ 11 વર્ષથી બંધ કરી દેતા અા મહિલાનાે પરિવાર ખેતી કરી શકતાે નથી.બગસરાના જયાબેન દવે હામાપુર રાેડ પર 11 વિઘા ખેતીની જમીન ધરાવે છે. તેમની જમીનમા જવા માટેનાે ગાડા માર્ગ 11 વર્ષ પહેલા તેના શેઢા પાડાેશી અને ભાજપ અાગેવાન અેવા બે ખેડૂતાે દ્વારા બંધ કરી દેવાયાે છે. અહી ભાજપ અાગેવાનનુ ફાર્મ હાઉસ હાેય તેણે અા રસ્તાે બંધ કર્યાે હતાે.

2010મા તેમણે સ્થાનિક મામલતદાર કચેરીમા વારંવાર રજુઅાત કરી પરંતુ રસ્તાે ખુલ્લાે કરાયાે ન હતેા. 2011મા તેમણે અા બાબતે કાેર્ટમા કેસ દાખલ કર્યાે હતાે અને તારીખ 2/5/11ના રાેજ અદાલતે રસ્તાે ખુલ્લાે કરવા હુકમ કર્યાે હતાે. પરંતુ અાજદિન સુધી તેનાે અમલ કરાયાે નથી.અમરેલી કલેકટર કચેરી અને ધારી પ્રાંત કચેરીમા વારંવાર રજુઅાત છતા કાેઇ પરિણામ મળ્યું ન હતુ. 2015મા અા મહિલાનુ માનસિક અાઘાતમા મૃત્યુ થયુ હતુ. ત્યારબાદ તેના પરિવારે મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમા પણ રજુઅાત કરી હતી. છતા રસ્તેા ખુલ્લાે ન થતા ખેડ થઇ શકતી ન હાેય તેમની જમીન બંઝર થઇ ગઇ છે. હવે અા વિપ્ર પરિવારે 11 વર્ષની લાંબી લડત બાદ તાકિદે વાડીનુ હલાણ ખુલ્લુ કરવામાંગ ફરી ઉઠાવી છે.

અન્ય સમાચારો પણ છે...