બગસરામા પાલિકાની પ્રિમોન્સુનની નબળી કામગીરી મુદે આજે કિરાણા એસોસિએશન દ્વારા બંધનુ એલાન અપાયુ હતુ. અહી વેપારીઓએ અડધો દિવસ સુધી પોતાના વેપાર ધંધા બંધ પાળ્યા હતા. બાદમા પાલિકા પ્રમુખે બાહેધરી આપતા મામલો થાળે પડયો હતો.પાલિકા દ્વારા પ્રિમોન્સુનની નબળી કામગીરીને પગલે ચોમાસામા નીચાણવાળા વિસ્તારોમા દુકાનમા પાણી ભરાઇ જવાની શકયતા ઉભી થઇ હતી.
જેને લીધે વેપારીઓને ભુતકાળની જેમ ફરી લાખોનુ નુકશાન ભોગવવાનો વારો આવે તેવુ જણાઇ રહ્યું હતુ. અનેક વખત રજુઆત કરવા છતા કોઇ નિરાકરણ આવતુ ન હોય કિરાણા એસો. દ્વારા બંધનુ એલાન અપાયુ હતુ.આજે સવારથી જ વેપારીઓએ પોતાના વેપાર ધંધા બંધ રાખ્યા હતા. અહી વેપારીઓએ બપોરે મામલતદારને આવેદનપત્ર પણ પાઠવ્યું હતુ. પાલિકા પ્રમુખ પરેશભાઇ ખીમસુરીયા દ્વારા વેપારીઓને સમજાવટ કરી દુકાનો ખોલી નાખવા આગ્રહ કર્યો હતો. જેને પગલે વેપારીઓએ ધંધા ખોલી નાખ્યા હતા.
વેપારીઓને લેખિત બાંહેધરી અપાઇ
અહી વેપારીઓને પાલિકાએ પાણીના નિકાલ સહિતના તમામ મુદે લેખિતમા બાહેધરી આપવામા આવી હતી. વેપારીઓના પ્રશ્નનો સુખદ અંત આવતા પાલિકાએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.