મુશ્કેલી:વરસાદ બાદ બગસરાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓને ભારે નુકસાન

બગસરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામકા નદીના પુલ પર સૌથી મોટું ગાબડુ : શીલાણાથી ખીજડીયા માર્ગ પર પુલનંુ ધાેવાણ

થાેડા દિવસ પહેલા પડેલા અતિભારે વરસાદથી બગસરા તાલુકાના અનેક રસ્તાઅાે બિસ્માર બન્યાં છે. અહીના જામકા નદી પરના પુલ પર ગાબડુ પડી ગયુ હતુ. તાે શીલાણાથી ખીજડીયા માર્ગ પર પુલનુ ધાેવાણ થઇ ચુકયુ છે. બગસરા પંથકમાં છેલ્લા પખવાડિયામાં પડેલા સતત વરસાદને કારણે ગ્રામ્ય પંથકના રસ્તાઓને ખૂબ જ મોટા પાયે નુકશાન થયેલ છે. જેમાં જામકા જવા માટેના પાકા રસ્તા પર આવેલા સાતલડી નદીના પુલનું ધોવાણ થતા માત્ર નાના વાહનો પસાર થઈ શકે છે. ભારે વાહનો પ્રતિબંધિત કરી દેવાયા છે. જેને લીધે આ વિસ્તારને બસની સુવિધા મળતી હાલ બંધ થઈ ગઈ છે.

આ ઉપરાંત શીલાણાથી ખીજડીયા જવાના માર્ગ પર આવેલા પૂલની બંને બાજુના રસ્તાનું ધોવાણ થઈ જતા ખીજડીયા ગામ સામાન્ય વરસાદમાં પણ સંપર્ક વિહોણું બની જાય છે.જેને લીધે અવરજવરમાં ગ્રામજનોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. વધુમાં સનાળીયાથી માંડવડા જવાના માર્ગમાં પણ અનેક સ્થળોએ ગાબડા પડી ગયેલા દેખાય છે. લોકોની મુશ્કેલીને ધ્યાને લઇ તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. તસવીર- દર્શન ઠાકર

અન્ય સમાચારો પણ છે...