તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:બગસરા શહેરમાં વારંવાર વીજ પુરવઠાે ખાેરવાતા લાેકાે પરેશાન

બગસરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્રએ કરેલ પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી
  • કલાકાે સુધી વિજળી ગુલ થઇ જતી હાેઇ હિરા ઉદ્યાેગને માઠી અસર

બગસરામા પાછલા કેટલાક દિવસાેથી અવારનવાર વિજ પુરવઠાે ખાેરવાઇ રહ્યાે છે. અહી વિજ કંપની દ્વારા પ્રિમાેન્સુન કામગીરી યાેગ્ય રીતે કરાઇ ન હાેય અા સ્થિતિ જાેવા મળી રહી છે. ખાસ કરીને હિરા ઉદ્યાેગમા કામ કરતા કારીગરાેને મુશ્કેલી પડી રહી છે. ત્યારે નિયમીત વિજ પુરવઠાે મળી રહે તેવી માંગ ઉઠી છે.

પ્રાપ્ત વિગત મુજબ, શહેરમા વિજ કંપની દ્વારા ચાેમાસા પુર્વે પ્રિમાેન્સુન કામગીરી યાેગ્ય રીતે કરાઇ ન હાેય હાલમા અવારનવાર કલાકાે સુધી વિજ પુરવઠાે ખાેરવાઇ રહ્યાે છે. દિવસે કે રાત્રે ગમે ત્યારે વિજળી ગુલ થઇ જાય છે. વિજળી ગુલ થઇ જતા ખાસ કરીને હિરા ઉદ્યાેગને મુશ્કેલીનાે સામનાે કરવાે પડી રહ્યાે છે. વિજળીના અભાવે દિવસ દરમિયાન રત્ન કલાકારાે પુરતુ કામ કરી શકતા ન હાેય રાેષ જાેવા મળી રહ્યાે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વાવાઝાેડા બાદ ખેતીવાડી વિજ પુરવઠાે પણ હજુ સુધી પુરતાે કાર્યરત થઇ શકયાે નથી. ત્યારે શહેરમા પણ વારંવાર વિજળી ગુલ થતા લાેકાે પરેશાની ભાેગવી રહ્યાં છે. વિજ કંપનીના ફાેલ્ટ સેન્ટરમા ટેલીફાેન પર લાેકાેને કાેઇ પ્રત્યુતર મળતાે નથી. ત્યારે વિજ કંપની દ્વારા શહેરમા નિયમીત વિજ પુરવઠાે મળી રહે અને યાેગ્ય સમારકામ હાથ ધરવામા અાવે તેવુ લાેકાે ઇચ્છી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...