તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાનગી વાહનોનું પાર્કિંગ:બગસરામાં ફાયર સ્ટેશન બન્યું ખાનગી વાહનોનું પાર્કિંગ સ્થળ

બગસરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાયર ફાયટર કરતા સ્ટેશન નાનું હોવાથી લોકોના નાણાં પાણીમાં

બગસરામાં મેઘાણીનગરમાં નગરપાલિકાએ ફાયર સ્ટેશન બનાવ્યું છે પણ અધિકારીઓની અણ આવડતના કારણે ફાયર ફાઇટરની સામે ફાયર સ્ટેશનની ઉંચાઈ નાની પડી હતી. ત્યારથી જ લઈને અત્યારે ફાયર સ્ટેશન પર ખાનગી વાહનો પાર્કિંગ થઈ રહ્યા છે.

અંતે નગરપાલિકાના અધિકારીઓ અહી તેમની ખાનગી કારો પાર્ક કરી રહ્યા છે. બગસરામાં ‌‌વર્ષો પહેલા નગરપાલિકાએ ફાયર ફાયટરના પાર્કિંગ માટે સ્ટેશન બનાવ્યું હતું. પણ અહી નવાઈની વાત તો એ હતી કે ફાયર ફાયટરની સામે પાર્કિંગની ઉંચાઇ ઓછી હતી.

જેના કારણે ફાયર ફાયટર અહી પાર્ક કરી શકાતું ન હતું. જેના કારણે વિવાદ સર્જાયો હતો. પણ ફરી એક વખત નગરપાલિકા વિવાદમાં આવી છે. અહી ફાયર સ્ટેશનમાં ખાનગી વાહનો પાર્ક કરાય રહ્યા છે. નગરપાલિકાના અધિકારીઓની મોંઘીદાટ કારો દિવસ – રાત અહી પડી રહે છે. જેના કારણે લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ જાગી છે.

અન્ય સમાચારો પણ છે...