તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:બગસરા ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય પદ માટેની ચૂંટણી યાેજાઇ

બગસરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 15 સભ્યાેની કારાેબારી માટે 22
 • ઉમેદવારાે મેદાનમાં : 78.17 % મતદાન

બગસરામાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જાહેર થયેલી ચૂંટણીમાં 15 સભ્યોની કારોબારી માટે 22 ઉમેદવારો મેદાનમાં હતા. મોટી સંખ્યામાં વેપારીઓએ મતદાન કર્યું હતું. જેમાં કુલ મતદાન 78 .17 ટકા મતદાન થયું હતું. કુલ મતદારો 568 જેમા 444 વેપારીઓના મત પડયા હતા.

સવારથી જ મતદાન ચાલુ થયું હતું આ ચૂંટણીની પ્રક્રિયામાં ચૂંટણી અધિકારી મહેશભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ દીપકભાઈ આંબલીયા, ગીરીબાપુ, અનિલ શેખ, દર્શન ઠાકર દ્વારા નિષ્ઠાપૂર્વક સતત ફરજ બજાવી હતી. ચૂંટણીની સાથોસાથ ચેમ્બર ઓફ કોમર્સની સાધારણ સભા પ્રમુખ પ્રકાશભાઈ રાણીંગાના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.

ભાજપના અગ્રણી કોકીલાબેન કાકડીયા, બગસરા પાલિકા પ્રમુખ ઈન્દ્રકુમાર ખીમસુરીયા તથા ઉપપ્રમુખ રાજુભાઈ ગીડા, નાગરિક શરાફી મંડળીના ચેરમેન રશ્મિનભાઈ ડોડીયા, સૌરાષ્ટ્ર સહકારી મંડળીના ચેરમેન અનિલભાઈ વેકરીયા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન કાંતીભાઇ સતાસિયા તથા પાલિકાના ચૂંટાયેલા સદસ્યો સહિત ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં સંસ્થાના મંત્રી વિનુભાઈ ભરખડા સંસ્થા દ્વારા કરેલ કાર્ય તેમજ વાર્ષિક હિસાબો રજૂ કર્યા હતા. તેમાં યોજાયેલ ચૂંટણીમાં 15 નવા સભ્યો ચૂંટાયેલા વિધિવત જાહેરાત ચૂંટણી અધિકારી મહેશભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવેલ હતી.

જેમાં ચૂંટણીના નવા ચહેરા તરીકે છ સભ્યો આવેલા હતા.આ સામાન્ય સભામાં સંસ્થાના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. શહેરમાં ખૂટતી પ્રાથમિક સુવિધાઓ માટે ચેમ્બર દ્વારા પ્રયત્ન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમનું વિનુભાઈ ભરખડા દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું તેમજ આભારવિધિ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રકાશભાઈ રાણીગાએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો