આયોજન:દામનગર અને જૂની હળીયાદ શાળામાં છાત્રોને ટેબલેટ વિતરણ

બગસરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા દીપ શાળા પ્રોજેકટ અંતર્ગત આયોજન

બગસરાના જુની હળીયાદ તેમજ દામનગરમા અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા બાળકો અને શિક્ષકોને ટેબલેટનુ વિતરણ કરાયુ હતુ. જુની હળીયાદ પે સેન્ટર શાળા ખાતે દીપ શાળા પ્રોજેકટ અંતર્ગત ધોરણ 7ના તમામ છાત્રો તેમજ ધોરણ 6 થી 8ના શિક્ષકોને ટેબલેટનુ વિતરણ કરાયુ હતુ.

આ કાર્યક્રમમા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિવ્યેશભાઇ દુધરેજીયા, શંકરદયાલ શર્મા, હાર્દિકભાઇ, રવીભાઇ પાથર, હસમુખભાઇ માલવીયા, રમેશભાઇ વસ્તાણી, કિશોરભાઇ વાગડીયા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.આ ઉપરાંત નર્મદાબેન માધવરાય સવાણી દામનગર પે સે. શાળા નં-2માં બાળકો અને શિક્ષકોને ટેબલેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ચાલતા ડિજિટલ ઇકવીલાઈઝર પ્રોગ્રામ અંતર્ગત દીપ શાળા પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ 7ના તમામ વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 6 થી 8ના શિક્ષકોને ટેબલેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ગોપાલભાઈ અઘેરાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સંજયભાઈ તન્ના ,મુકેશભાઈ હેલૈયા, અમિતભાઈ તથા શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓના વાલીઓની હાજરીમાં ટેબલેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. તસવીર-દર્શન ઠાકર

અન્ય સમાચારો પણ છે...