ટેબલેટ વિતરણ:જામકા પ્રાથમિક શાળામાં છાત્રો અને શિક્ષકોને ટેબલેટ વિતરણ

બગસરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકન ઇન્ડિયન ફાઉન્ડેશન દીપ શાળા પ્રોજેકટ હેઠળ કાર્યક્રમ યોજાયો

બગસરા તાલુકાના જામકા પ્રાથમિક શાળા ખાતે ધોરણ 7ના છાત્રો તેમજ ધોરણ 6 થી 8ના શિક્ષકોને ટેબલેટનુ વિતરણ કરવામા આવ્યું હતુ. અમેરિકન ઇન્ડિયન ફાઉન્ડેશન દીપ શાળા પ્રોજેકટ હેઠળ આ કાર્યક્રમનુ આયોજન કરાયુ હતુ.

અમેરિકન ઇન્ડિયન ફાઉન્ડેશન દીપશાળા પ્રોજેકટ હેઠળ બગસરાના જામકા પ્રાથમિક શાળા ખાતે ધોરણ 7ના 17 છાત્રોને તેમજ ધોરણ 6 થી 8ના શિક્ષકોને ટેબલેટનુ વિતરણ કરાયુ હતુ. આ કાર્યક્રમમા બગસરા તાલુકાના કલ્સ્ટર કો-ઓર્ડિનેટર રવિભાઇ પાથર, પ્રદ્યુમનભાઇ તેમજ પિયુષભાઇ તેરૈયા, સીઆરસી કોઓર્ડિનેટર, એસએમસી કમિટી, સરપંચ, વાલીઓ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા. અહી છાત્રોના વાલીઓની હાજરીમા આ કાર્યક્રમ યોજાયો હતો. તેમ શાળાના આચાર્ય મધુકાંતભાઇ બોરડે જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...