તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:બગસરામાં યુવતીને ભગાડી જનાર વિધર્મી યુવક સામે પગલા લેવા માંગ

બગસરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજા દિવસે પણ નગરજનાેની વિશાળ બેઠક મળી, પોલીસને આવેદન પણ આપ્યું

બગસરામા પાછલા કેટલાક સમયથી લવજેહાદ ચાલતી હાેય તેમ વિધર્મી યુવાનાે દ્વારા અેક પછી અેક યુવતીને ભગાડી જવાની ઘટના બની રહી છે. તાજેતરમા અેક યુવતીને ભગાડી જવાયા બાદ લાેકાેમા ભારે રાેષ ભભુકી રહ્યાે છે અને અાજે સતત બીજા દિવસે નગરજનાેની બેઠક મળી હતી. પાેલીસને અાવેદન અાપી અાવા તત્વાે સામે કડક પગલા લેવા માંગ કરાઇ છે.બગસરામા વિધર્મી યુવાન યુવતીને ભગાડી ગયાના ઘેરા પડઘા પડયા છે. અગાઉ અા મુદે પાેલીસવડાને રજુઅાત અને મામલતદારને અાવેદન અપાયા બાદ અાવી ઘટના ભવિષ્યમા ન બને તે માટે સમાજના લાેકાેને જાગૃત કરવાના ઉદેશથી શહેરના વિવિધ અાગેવાનાે દ્વારા અાજે સાંજે અેક વિશાળ બેઠક બાેલાવવામા અાવી હતી.

અા બેઠકમા માેટી સંખ્યામા નગરજનાે ઉપરાંત જિલ્લાભરમાથી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના અાગેવાનાે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે અાવી ઘટનાઅાે અટકાવવા શરૂ કરી શકાય તે અંગે માર્ગદર્શન અાપ્યુ હતુ. અાવી ઘટના શહેરમા છાશવારે બની રહી છે ત્યારે તેને અટકાવવા મક્કમ પગલા લેવાનાે સુર વ્યકત કરાયાે હતાે. બાદમા તમામ લાેકાે રેલી સ્વરૂપે બગસરા પાેલીસ મથકે પહાેંચ્યા હતા અને સ્થાનિક પાેલીસને અાવેદન પણ આપ્યું હતું. તસવીર- દર્શન ઠાકર

અન્ય સમાચારો પણ છે...