તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:આજથી બે દિવસ બગસરા બંધનું એલાન, વેપારીઓને ફટકારવામાં આવતા દંડનો વિરોધ: વેપારી સંસ્થાની સંયુક્ત બેઠકમાં નિર્ણય

બગસરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રશ્નનો ઉકેલ ન આવે તો અચોક્કસ મુદ્દત સુધી બંધ - Divya Bhaskar
પ્રશ્નનો ઉકેલ ન આવે તો અચોક્કસ મુદ્દત સુધી બંધ

બગસરામાં વેપારીઓને સોશિયલ ડિસ્ટન્સના બહાના હેઠળ ફટકારવામાં આવી રહેલા આડેધડ દંડના વિરોધમાં તંત્રને રજૂઆત કરવા છતાં રાહતના કોઈ પગલા લેવામાં ન આવતા વેપારી સંસ્થાઓ દ્વારા આગામી શનિ-રવિ બગસરા બંધનું એલાન જાહેર કરેલ છે.બગસરામાં મામલતદાર કચેરી, પોલીસ તંત્ર તથા નગરપાલિકા દ્વારા સંયુક્ત ડ્રાઇવ યોજીને બગસરાના વેપારીઓ પાસેથી માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સના કારણો આગળ ધરી વેપારીઓ તથા ગ્રાહકોને આડેધડ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. જેમાં આના-કાની કરવામાં આવતા વેપારીઓને દુકાનો સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવે છે.

આ બાબતે રાજકીય હોદ્દેદારોને રજૂઆત કરવામાં આવેલી તેમ છતાં તંત્ર દ્વારા આ બાબતે કોઈ રાહતના પગલા ન ભરવામાં આવતા આજે વેપારી મહામંડળ, ચેમ્બર ઓફ કોમર્સ, કરિયાણા એસોસિએશન સહિતની વેપારી સંસ્થાઓના અગ્રણીઓની મળેલી સંયુક્ત બેઠકમાં આગામી બે દિવસ એટલે કે શનિવાર અને રવિવાર માટે સમગ્ર બગસરા શહેરના તમામ વેપાર ધંધા બંધ કરી દેવા માટેનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. તેમજ બગસરા શહેરના વિજય ચોકમાં આ બાબતે જાહેર પ્રસિદ્ધિ કરી તમામ વેપારીઓને અવગત કરી દેવાયા છે.

વેપારીઓ દ્વારા આપવામાં આવેલા બે દિવસ બંધના એલાન બાદ પણ જો તંત્ર દ્વારા કોઈ ચોક્કસ ખાતરી આપવામાં નહીં આવે તો આ બંધને અચોક્કસ મુદત સુધી જાહેર કરવાની તૈયારી પણ વેપારી સંસ્થાના આગેવાનો દ્વારા સંયુક્ત રીતે જણાવવામાં આવેલ છે.

વડી કચેરીઓ દ્વારા ટાર્ગેટ આપવામાં આવતો હોવાનો ગણગણાટ
તંત્રને પણ બગસરાના વેપારીઓ તથા ગ્રામ્ય પ્રજાને દંડ ફટકારવામાં કોઈ રસ નથી. પરંતુ વડી કચેરીઓ દ્વારા ટાર્ગેટ આપવામાં આવતા હોવાથી તેમને પણ ફરજિયાત આ કાર્ય કરવું પડતું હોવાનો ગણગણાટ અધિકારીઓમાં જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...