તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોક રોષ:લવજેહાદના વિરોધમાં આજે બગસરા બંધ

બગસરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિહિપ, બજરંગદળ અને અન્ય સંસ્થાઓ એક મંચ પર : જાહેરમાં બોર્ડ મુકાયું : વિધર્મી યુવાનો યુવતીને ભગાડી ગયાની વધતી ઘટનાઓ સામે લોક રોષ

બગસરામા તાજેતરમા એક યુવતીને વિધર્મી યુવાન ભગાડી ગયાની ઘટના બાદ લોક રોષ ચરમસીમા પર છે અને ટુંકાગાળામા ગામ લોકોની બે મિટીંગો યાેજાયા બાદ હવે વિહિપ અને બજરંગદળના નેજા તળે આવતીકાલે બગસરા બંધનુ એલાન આપવામા આવ્યું છે.

બગસરા પંથકમા લવજેહાદની પ્રવૃતિ જાેરશાેરથી ચાલી રહી હોવાનો લોકોમા રાેષ છે. અવારનવાર યુવતીને વિધર્મી યુવાનો ભગાડી ગયાની ઘટના બની રહી છે. તાજેતરમા જ આવી વધુ એક ઘટના બની હતી. અહીના એક વેપારીની યુવા પુત્રીને વિધર્મી યુવાન લગ્નની લાલચ આપીને ભગાડી ગયાે હતાે. આ બારામા પાેલીસને ફરિયાદ પણ આપવામા આવી હતી. ત્યારબાદ આવી સતત વધી રહેલી ઘટનાઆે સામે લાેક રાેષનો જુવાળ ફુટી નીકળ્યાે હતાે અને અહીની સતવારા સમાજની વાડીમા નગરજનોનુ વિશાળ સંમેલન પણ મળ્યું હતુ.

આવા તત્વાેને તાકિદે ઝડપી પાડવા આવુ જ સંમેલન બીજી વખત પણ મળ્યું હતુ અને જિલ્લા પાેલીસવડા તથા સ્થાનિક પાેલીસને આવેદનપત્રાે અપાયા હતા. આમ છતા પાેલીસ દ્વારા આવા તત્વાેને પકડી પાડવા માટે કાેઇ ઝડપી કાર્યવાહી કરવામા આવી ન હતી. જેને પગલે ઝડપી કાર્યવાહી થાય તે માટે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ અને શહેરની વિવિધ સંસ્થાઆેના સમર્થનથી આવતીકાલે તારીખ 9ને શુક્રવારે બગસરા બંધનુ એલાન આપવામા આવ્યું છે.

આ સંગઠનોએ શહેરના લોકોને શાંતીપુર્ણ રીતે બંધ રાખવા માટે પણ અપીલ કરી છે. આ વિસ્તારમા લવજેહાદની પ્રવૃતિ ફુલીફાલી હોય સમાજના વિવિધ વર્ગના લોકો આ મુદે જાગૃત થાય તેવા ઉદેશથી પણ આ બંધનુ એલાન આપવામા આવ્યું છે.

વિધર્મી યુવાનો યુવતી ભગાડી ગયાની 10 ઘટના
બગસરામા એ મુદે પણ લાેક રાેષ જાેવા મળ્યાે હતાે કે આ પ્રકારની ઘટના એકલ દાેકલ નથી. પાછલા કેટલાક
સમયગાળા દરમિયાન જુદીજુદી ઘટનામા 10 યુવતીઆેને વિધર્મી યુવાન ભગાડી ગયાનુ સામે આવ્યું છે. આબરૂ જવાની બીકે માેટાભાગના કિસ્સામા ફરિયાદ પણ થતી નથી. તસવીર: દર્શન ઠાકર

પ્રથમ વખત ફેબ્રુઆરીમાં યુવતિને ભગાડી ગયાે હતો
આ વિધર્મી યુવાન યુવતીને ટુંકાગાળામા બીજી વખત ભગાડી ગયાે છે. પ્રથમ વખત ફેબ્રુઆરી માસમા ભગાડી ગયાે હતાે. પરંતુ તે વખતે તેની વય સગીર હતી. જેથી સગીરાને પરત તેના ઘરે મુકી ગયાે હતાે. બીજી વખત આવુ નહી થાય તેવી ખાતરીથી પરિવારે પણ સમાધાન કરી લીધુ હતુ. અને આબરૂ જવાની બીકે ફરિયાદ કરી ન હતી. પરંતુ હવે યુવતી પુખ્ત ઉંમરની થતા તેને ફરી ભગાડી ગયાે હતો.

અન્ય સમાચારો પણ છે...