હાલાકી:બગસરામાં છેલ્લા બે માસથી BSNL નેટવર્કના ધાંધીયા

બગસરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અનેક લોકોના મોબાઈલ ડબલા બન્યા : ગ્રાહકો પરેશાન

બગસરામાં છેલ્લા બે માસથી બીએસએનએલના નેટવર્કના ધાંધીયા જોવા મળે છે. જેના કારણે બીએસએનએલના ગ્રાહકોને હાલાકી વેઠવી પડે છે. અનેક લોકોને બીએસએનએલ સાથે છેડો ભાડ્યો હતો. ત્યારે બગસરા પંથકમાં નેટવર્કના ધાંધીયા દુર કરવા લોક માંગણી ઉઠી હતી. અહી તંત્રની નબ‌ળી કામગીરીને પગલે ગ્રાહકોમાં રોષ ભભુકી ઉઠ્યો છે.

બગસરામાં બીએસએનએલના કાર્ડ ધારકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. અહી કવરેજ ના મળવું સૌથી મોટો પ્રશ્ન થઈ ગયો છે. શહેરમાં આવેલા મુખ્ય ટાવરથી પણ 150 મીટરની રેન્જમાં પણ નબળું નેટવર્ક મળતા લોકોને ફોનમાં વાત કરવા માટે વારંવાર ઘરની બહાર કે ધાબા પર ચડવા મજબુર બન્યા છે. જેના કારણે ગ્રાહકોના મોબાઈલ ફોન ડબલા બની રહી ગયા છે.

આ બાબતે રજૂઆત માટે લોકો કચેરીનો સંપર્ક કરતા મોટાભાગના કર્મચારીઓ નિવૃત થઈ ગયા છે. અહી માત્ર એક અધિકારી અને લાઈનમેનના સહારે કચેરી ચાલી રહી છે. કચેરીઓમાં સ્ટાફ જ નથી. બગસરા પંથકમાં નેટવર્કના ધાંધીયાના કારણે ગ્રાહકોને મુશ્કેલી વેઠવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...