અકસ્માત:બગસરામાં ST બસે બાઇકને હડફેટે લેતા ભાઇ- બહેનને ઇજા

બગસરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ બાબરા બાદ વધુ સારવાર માટે અમરેલી દવાખાને ખસેડાયા

બગસરામા મામલતદાર કચેરી સામે અેસટી બસના ચાલકે બાઇકને હડફેટે લઇ અકસ્માત સર્જતા બાઇકમા સવાર ભાઇ બહેનને ગંભીર ઇજા પહાેંચતા પ્રથમ બગસરા અને બાદમા અમરેલી દવાખાને રીફર કરાયા હતા.

ઘટનાને પગલે પાેલીસ પણ અહી દાેડી અાવી હતી.બગસરા તાલુકાના પીંડાખાઇમા રહેતા હિતેષભાઇ ખીમજીભાઇ દાફડા અને તેમના બહેન દયાબેન બગસરા ખરીદી માટે અાવી રહ્યાં હતા ત્યારે અહીની મામલતદાર કચેરી પાસે અે.વી.ચાેક નજીક માંગરાેળ અમરેલી રૂટની અેસટી બસના ચાલકે બાઇકને હડફેટે લઇ અકસ્માત સર્જયાે હતાે.અકસ્માતમા હિતેષભાઇ અને દયાબેનને ગંભીર ઇજા પહાેંચતા સારવાર માટે પ્રથમ બગસરા દવાખાને અને વધુ સારવાર માટે અમરેલી દવાખાને રીફર કરાયા હતા. અકસ્માતની જાણ થતા પાેલીસ ઘટના સ્થળે દાેડી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...