ધારી તાલુકાના ભાડેર ગામમાથી દોડતી બગસરા ધારી ફાચરીયા રૂટની બસ અચાનક બંધ કરી દેવામા આવતા વિદ્યાર્થીઓને પારાવાર હાડમારી વેઠવી પડે છે. અગાઉ ચક્કાજામ આંદોલન પણ કરાયુ હતુ પરંતુ આમ છતા એસટીએ ફરી આ બસ બંધ કરી છે.
છેલ્લા 35 વર્ષથી આ રૂટ પર બગસરા ડેપોની બસ દોડી રહી છે. બગસરા ધારી ફાચરીયા રૂટની આ બસનો લાભ સાંજના સમયે આસપાસના સાત ગામના વિદ્યાર્થીઓ અપડાઉન માટે ઉઠાવે છે. પરંતુ એસટી સતાવાળાઓએ આ રૂટમા ફેરફાર કરી ભાડેર, મોણવેલ અને કોઠા પીપરીયા ગામને બાકાત કરી નાખ્યુ છે. જેના કારણે વિદ્યાર્થીઓ રઝળી પડયા છે.
ભાડેરથી મોણવેલ 80 જેટલા છાત્રો અપડાઉન કરે છે. જયારે ભાડેરથી કોઠા પીપરીયા ખાતે 16 અને ભાડેરથી ધારી જવા માટે 12 છાત્રો અપડાઉન કરે છે. જે છાત્રો આ બસનો લાભ લેતા હતા અગાઉ પણ આ બસ ભાડેરમાથી બંધ કરાઇ હતી. વિદ્યાર્થીઓએ ચક્કાજામ આંદોલન કર્યુ હતુ અને માથે ચુંટણી હતી એટલે બસ ચાલુ રખાઇ હતી.
પરંતુ હવે આ રૂટ બંધ કરી દેવાયો છે. એસટીની મનમાનીના કારણે આ મુદે ગામ લોકોમા રોષ છે. કારણ કે શિયાળાના ટુંકા દિવસોમા છાત્રાઓને સાંજે સમયસર ઘરે પહોંચવામા તકલીફ પડે છે. અનેક છાત્રાઓ પગપાળા પોતાના ઘરે પહોંચે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.