તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:બગસરાના 4 પોલીસ સ્ટેશનમાં 10 વર્ષથી એકત્રીત દારૂનો નાશ કરાયો

બગસરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીઓની હાજરીમાં કિંમત રૂપિયા 16 લાખની 6000 બોટલ પર રોડરોલર ફેરવાયું

બગસરામાં બાયપાસ પર અટલ પાર્કની સામે ચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 10 વર્ષમાં એકત્રીત થયેલી ઈંગ્લીશ દારૂની 6000 બોટલ પર પોલીસે રોડરોલર ફેરવી નાશ કર્યો હતો. અહીં ધારી, બગસરા, ચલાલા અને ખાંભા પોલીસે જુદી જુદી જગ્યા પરથી 16 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેનો આજે પ્રાંત અધિકારી અને પોલીસ કર્મચારીઓની ઉપસ્થિતિમાં નિકાલ કરાયો હતો.

અમરેલી જિલ્લામાં દારૂના દુષણને ડામવા માટે પોલીસ સમયઆંતરે ડ્રાઇવનું આયોજન કરે છે. ત્યારે ધારી, બગસરા, ખાંભા અને ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 2010થી લઈ અત્યાર સુધીમાં પોલીસે ઈંગ્લીશ દારૂની 6000 બોટલ ઝડપી પાડી હતી. અહીં છેલ્લા 10 વર્ષથી દારૂની બોટલ ધૂળ ખાઈ રહી હતી. જેના કારણે પોલીસે દારૂની બોટલ નાશ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. બગસરાના બાયપાસ રોડ અટલ પાર્કની સામેના ગ્રાઉન્ડમાં ચારેય પોલીસ સ્ટેશનમાંથી 16 લાખના ઈંગ્લીશ દારૂની 6000 બોટલ એકત્રીત કરી રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. દારૂના નિકાલ સમયે બગસરાના પ્રાંત અધિકારી અને પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો