આયોજન:બગસરા તાલુકાના શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં 90 ટકા શિક્ષકો જોડાયા

બગસરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 26 શિક્ષકો અલગ અલગ કારણોસર ગેરહાજર રહ્યાં

બગસરા તાલુકામાં આજે યોજાયેલ શિક્ષક સર્વેક્ષણમાં બગસરા તાલુકાના મોટાભાગના શિક્ષકો જોડાયા હતા. અને સર્વેક્ષણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. બીજી તરફ વડિયામાં મોંઘીબા કન્યા શાળા ખાતે આયોજીત પરીક્ષામાં 65 શિક્ષકો આવનાર હોય પરંતુ એકય શિક્ષક હાજાર રહ્યાં ન હતાં. બગસરા તાલુકામાં આજરોજ રાજ્ય સરકાર તથા શિક્ષણ વિભાગના આદેશ અનુસાર 02:00 થી શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તાલુકાના 214 શિક્ષકો જોડાયા હતા. તેમજ વિવિધ કારણોસર 26 શિક્ષકો આ સર્વેક્ષણમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ બાબતે બગસરા તાલુકાના જોનલ ઓફિસર અને બી.આર.સી કૉ ઓર્ડીનેટર જગદીશભાઈ વેકરીયાના જણાવ્યા અનુસાર તમામ પાંચ સી.આર.સી કેન્દ્રો પર શાંતિપૂર્ણ રીતે શિક્ષક સજ્જતા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાલુકાના 90 ટકા શિક્ષકોઅે ભાગ લઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તાલુકામાં કોઈપણ સ્થળે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ બાબતે વિરોધ નોંધાવેલો ન હતો. આ શિક્ષક સજ્જતા સર્વેક્ષણને સફળ બનાવવા બદલ પરીક્ષા સંચાલનના તમામ સ્ટાફનો આભાર માન્યો હતો. તસવીર- દર્શન ઠાકર

અન્ય સમાચારો પણ છે...