તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બગસરા નાગરિક સહકારી બેંકની ચુંટણી:બગસરાની નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં 55 ટકા મતદાન

બગસરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 સીટ માટે 31 દાવેદારાે મેદાનમાં : માેડી રાતે મતગણતરી શરૂ કરાઇ

બગસરા નાગરિક સહકારી બેંકની ચુંટણીમા નગરપાલિકાના બે પુર્વ પ્રમુખાેની પેનલ વચ્ચે જંગ છે ત્યારે અાજે રવિવારે મતદાન યાેજાતા 55 ટકા જેટલુ મતદાન થયુ હતુ. તાે બીજી તરફ મતદાન પુર્ણ થયા બાદ ગણતરી શરૂ કરાઇ છે. જે માેડી રાત સુધી ચાલશે.

બગસરા નાગરિક સહકારી બેંકનાે ચુંટણી જંગ પાલિકાના બે પુર્વ પ્રમુખાે વચ્ચે પ્રતિષ્ઠાનાે જંગ બન્યાે છે. અે.વી.રીબડીયા અને છગનભાઇ હિરાણીઅે અહી પાેતપાેતાની પેનલ મેદાનમા ઉતારી છે. 15 સીટ માટે અા બે પેનલના 30 ઉમેદવાર ઉપરાંત અન્ય અેક ઉમેદવાર મળી 31 ઉમેદવાર મેદાનમા છે. અાજે રવિવારના દિવસે નાગરિક બેંકના અા 15 સભાસદાે માટે મતદાન યાેજવામા અાવતા 55 ટકા જેટલુ મતદાન થયુ છે. અગાઉ નાગરિક બેંકમા અાટલુ ભારે મતદાન ભાગ્યે જ થયુ છે.

નાગરિક બેંકના 4294 મતદારાે છે. જે પૈકી 294 મતદાર ડિફાેલ્ટર જાહેર થયેલા છે. કુલ 4 હજાર મતદારાેમાથી 2216 મતદારાે મતદાન માટે અાવતા 55.40 ટકા મતદાન થયુ હતુ. અહી દિવસ દરમિયાન અમુક સમયે મતદાન માટે માેટી લાઇન પણ જાેવા મળી હતી. મતદાન પુર્ણ થયા બાદ માેડેથી મતગણતરી શરૂ કરવામા અાવી હતી. નાગરિક બેંકમા કાેનુ શાસન અાવશે તે મધરાત સુધીમા સ્પષ્ટ થઇ જશે. તસવીર- દર્શન ઠાકર

અન્ય સમાચારો પણ છે...