તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવેતર નિષ્ફળ જવાની ભીતિ:વાવાઝોડાના 48 દિવસ બાદ બગસરા પંથકમાં ખેતીવાડીનો વિજ પુરવઠો બંધ

બગસરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બગસરા પંથકમાં વાવાઝોડાના 48 દિવસ બાદ પણ ખેતીવાડી વીજ પુરવઠો કાર્યરત થયો નથી. ખેડૂતોએ પ્રથમ વરસાદમાં વાવેતર કરી દીધું છે. પણ હવે વરસાદ ખેંચાયો છે. જેના કારણે જગતના તાતની સ્થતિ કફોડી બની છે. લાઈટના અભાવે વાવેતર નિષ્ફળ જવાની દહેશત ઉભી થઈ છે. પરંતુ વીજ તંત્ર ખેડૂતોની વ્યસ્થા સમજતું નથી. અને રાજકીય નેતાઓ વાહવાહી માટે જાહેરતોની વણજાર કરી રહ્યા છે. અમરેલી જિલ્લામાં વરસાદના પ્રથમ રાઉન્ડમાં 4 લાખ હેકટરમાં ચોમાસુ વાવેતર થયું છે. પરંતુ હવે વરસાદ ખેંચાયો છે. અને વાવાઝોડાના 48 દિવસ બાદ ખેતીવાડી ફીડરમાં વીજળીના કોઈ ઠેકાણા નથી. કે પછી વીજ તંત્રની કામગીરીનું સુરસુરીયુ થઈ ગયું છે.

વાવાઝોડા બાદ રાજ્યકક્ષાએથી મંત્રી અમરેલીમાં આવી માત્ર જાહેરોતો કરી ગયા છે. પરંતુ સ્થાનિક તંત્ર જાણે લોકો સાથે મજાક કરી હોય તેમ કામગીરી ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યુ છે. આવી સ્થતિ બગસરા તાલુકામાં જોવા મળે છે. અહીં ખેડૂતો મોંઘુદાટ બિયારણ લઈ મગફળી કપાસ અને સોયાબીનનું વાવેતર કર્યું છે. બગસરાના ગામડામાં વાવાઝોડા બાદ હજુ સુધી ઘંટીયાણ સહિતના ફીડરમાં ખેતીવાડી વીજ પુરવઠો શરૂ થયો નથી. બીજી તરફ હવે વાવેતર બાદ વરસાદ પણ પડ્યો નથી. આવા સમયે ખેડૂતોની સ્થતિ કફોડી બની છે. અને વરસાદ અને વીજળીની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. બગસરાના ખેડૂતોને વીજ તંત્ર પાસેથી યોગ્ય જવાબ ન મળતા રોષ ફેલાયો છે.

અઠવાડિયંુ વરસાદ નહી પડે તો ખેડૂતોને ડબલ માર પડશે
વાવાઝોડામાં વરસાદ અને પવનના કારણે ખેતીવાડીમાં ભારે નુકશાન થયું છે. જે બાદ હવે વરસાદ ખેંચાયો છે. અને વીજ તંત્ર કામગીરીમાં ઠાગાઠૈયા કરી રહ્યું છે. હવે એક સપ્તાહમાં વરસાદ નહી પડે તો ખેડૂતોએ વાવેતર કરેલ પાક નિષ્ફળ જશે. અને જગતના તાતને બે માસમાં જ ડબલ માર પડશે.

અન્ય સમાચારો પણ છે...