બેઠક:બગસરા શહેરના 3.5 કરોડનાં કામોને મંજૂરી મળી, વધુ 2 કરોડની મંજૂરી માંગી

બગસરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે કરોડનાં કામોને મંજૂરી માટે મોકલવામાં આવ્યા : બગસરા પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખે વિગતો જાહેર કરી

બગસરા નગર પાલિકાના નવનિયુક્ત ભાજપ શાસનના નવ માસમાં 3.5 કરોડના કામોને મંજૂરી મળી ગઈ છે. તેમજ 2 કરોડ જેવા કામો મંજૂરી માટે મોકલી આપવામાં આવ્યા છે. જેમાં 84.06 લાખના બે રોડ મંજુર કરવામાં આવ્યા છે જેમાં નવા સ્વામી નારાયણ મંદિરથી જેતપુર બાયપાસ રોડ પર આવેલ ગેટ સુધીનો 39.34 લાખ આસફાલ્ટ રોડ અને લોહાણા મહાજન વાડીથી આઈટીઆઈ સુધી 44.72 લાખનો રોડ બનશે.

તેમજ બગસરા સાઈન બોર્ડ અને ફાઇબર સ્પીડ બ્રેકર્સ નું કામ 45.57 લાખ તેમજ વોર્ડ નં1 થી 7 માં અલગ અલગ રોડના કામોને મંજૂરી મળેલ તેમ બગસરા નગરપાલિકા પ્રમુખ પરેશભાઈ ખીમસૂરિયા તેમજ ઉપપ્રમુખ રાજુભાઇ ગીડા દ્વારા જણાવાયુ હતુ.

ત્યારબાદ બગસરામાં આવનાર જનરલ બોર્ડ મેમ્બર્સની મીટીંગ મળવાની હોઈ ત્યારે બગસરાના નગરપાલિકા સંચાલિત જાહેર સેવાકીય પ્રવૃત્તિમાં જેવા કે અટલ પાર્ક, બગસરાના સ્મશાન ગૃહ, એમ્બ્યુલન્સ સહિતના વિભાગો સામાજિક સંસ્થાઓને સોંપણી કરી તેનો વધુ વિકાસ થાય તે માટે પ્રયત્ન કર્યા હોવાની બગસરા નગરપાલિકાના પ્રમુખ પરેશનભાઈ ખીમસૂરિયા ઉપપ્રમુખ રાજુભાઈ ગીડા પૂર્વ પ્રમુખ એ.વી.રિબડીયા દંડક કમલેશ જોશી કારોબારી ચેરમેન હિરાણી સહિતના કારોબારી સભ્યો હાજર રહ્યા હતા. આગામી દિવસોમાં યોજાનારી સામાન્ય સભામાં આ મુદ્દાઓના પડઘા કેવા પડે છે તે જોવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...