આયોજન:બગસરામાં 223મી જલારામ જયંતિ ઉજવાશે

બગસરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરણાંગી લોહાણા સમાજની વાડીએથી પ્રસ્થાન કરી મુખ્ય રાજમાર્ગ તેમજ હાર્દ સમા ચોકમાં થઈ ફરી લોહાણા સમાજ વાડી ખાતે પધારશે
  • બ્રહ્મચોર્યાસી, મહાપ્રસાદનું આયોજન : સાધુ સંતો આશિર્વચન પાઠવશે

બગસરા રઘુવંશી પરિવાર દ્વારા 223મી જલારામ જયંતિની ભવ્ય ઉજવણીનો નિર્ધાર કર્યો છે. અહી બે દિવસીય મહોત્સવમા જેમાં સાધુ સંતો મહંતો બ્રહ્મ ચોરાસી સહિત જ્ઞાતિ સમૂહ પ્રસાદનુ આયોજન પણ કરવામાં આવ્યું છે. અહી તા.30ના રોજ સમસ્ત રઘુવંશી સમાજ સાથે બેસી પ્રસાદ લેશે.

જેમના દાતા ભરતભાઈ આર. ચંદારાણા પરિવાર તા. 31ના રોજ સમસ્ત રઘુવંશી સમાજ સાથે બેસી પ્રસાદ લેશે જેમના દાતા ગૌ.વા. મુકતાબેન રામજીભાઈ સોનપાલ પરિવાર દ્વારા કરાવવામાં આવશે. તેમજ પ.પુ.જલારામ બાપા ને ભવ્ય અન્નકૂટ મીઠાઈ ધરાવવામાં આવશે. જેમના દાતા મંગળાબેન અમૃતલાલ મસરાણી હ. નવલભાઇ મસરાણી જલારામ ગ્રુપ બગસરાનાં શ્રીજી કેટરર્સ વાળા રહેશે.

ત્યાર બાદ બપોરે 3:30 કલાકે પ.પૂ.જલારામ બાપાની વરણાંગી બગસરા લોહાણા સમાજની વાડીએથી પ્રસ્થાન કરી બગસરાના મુખ્ય રાજમાર્ગ તેમજ હાર્દ સમા ચોકમાં થઈ ફરી લોહાણા સમાજ વાડી ખાતે પધારશે બાદમાં પ. પૂ.જલારામ બાપાની મહાઆરતી 7 કલાકે ઉતારવામાં આવશે. બાદમાં સમૂહ જ્ઞાતિ પ્રસાદનુ આયોજન કરાયુ છે.

રાત્રીના સુંદરકાંડના પાઠનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમનું ભવ્ય ઉજવવા માટે રઘુવંશી સમાજના જલારામ સેવા મંડળના યુવાઓ અને બગસરા લોહાણા સમાજના વડીલોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. તેમ બગસરા રઘુવંશી સમાજના પ્રમુખ ભીખુભાઇ સેજપાલે જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...