બાબરા તાલુકાના અમરાપરા ગામના લાભાર્થી લોકો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. પણ હજુ સુધી ગામના એકપણ લાભાર્થી પરિવારને લાભ નથી મળ્યો. જેના કારણે લાભાર્થી પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે.
અમરાપરા ગામના સ્થાનિક ભાજપ અગ્રણી સુરેશભાઈ ધાખડાએ અમરેલી ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકને પત્ર પાઠવી વિગતવાર રજુઆત કરી છે. જેમા તેમણે જણાવ્યું છે કે વર્ષ 2016/17 થી શરૂ થયેલ પ્રધાનમંત્રી આવાસ યોજના અમરાપરામાં કોઈ લક્ષ્યાંક આપેલ નથી. તેમજ વર્ષ 2022/23માં લક્ષ્યાંક આવેલ છે તો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અમરાપરા ગામ ઓનલાઈન બતાવતું નથી.
ગામના ઘણા બધા લાયક લાભાર્થીઓ દ્વારા અરજી કરવામાં આવી છે. પણ આજદિન સુધી એકપણ પરિવારને આવાસ યોજનાનો લાભ મળ્યો નથી. જેના કારણે અમુક લાભાર્થી પરિવાર દ્વારા માથે કરજ કરી ઘરનું ઘર બનાવ્યું છે. ત્યારે અમરાપરા ગામના ગરીબ પરિવારના હિતમાં યોગ્ય કરવા રજુઆત કરવામા આવી છે. તેમણે નાયબ મુખ્ય દંડક વેકરીયા, સાંસદ કાછડીયા અને નિતીનભાઇ રાઠોડને પણ રજુઆત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.