બાબરામા નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત ફેઝ-2મા કુલ 165 લાભાર્થીઓના ડીપીઆર તૈયાર કરી મંજુરી માટે મોકલી અપાયા હોવા છતા હજુ સુધી મંજુર થયા ન હોય આ પ્રશ્ને પાલિકા કારોબારી સમિતિના ચેરમેન દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરાઇ છે. બાબરા પાલિકાના કારોબારી સમિતિના ચેરમેન ભુપતભાઇ બસીયા દ્વારા મુખ્યમંત્રીને કરાયેલી રજુઆતમા જણાવાયું હતુ કે દેશના દરેક નાગરિકનું ઘરના ઘરનું સપનું પૂર્ણ થાય તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમા છે.
આ યોજના અંતર્ગત લાખો પરિવારનું ઘરના ઘરનું સપનું પૂર્ણ થયું છે. પણ ક્યાંક અમુક અધિકારીનોની ઢીલી નિતિઓમાં કારણે યોજનાને અમલ મળવા સમય લાગે છે. જેના કારણે યોજનાના લાભાર્થીઓને લાભ મલવામાં વિલંબ જોવા મળી રહ્યો છે. ત્યારે બાબરા શહેરમાં પણ શહેરના નાગરિકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અમલમાં છે.
બાબરા નગરપાલિકા દ્વારા પીએમ આવાસ યોજના શહેરી અંતર્ગત ફેજ-2માં કુલ 165 લાભાર્થીઓના ડી પી આર તૈયાર કરી ગત તા. 24/2/22ના રોજ પ્રોજેકટ સ્પેશિયાલિસ્ટ એફરોડેલ હાઉસિંગ મિશન ગાંધીનગરને મંજૂરી અર્થે રજૂ કરેલ છે. પણ આજદિન સુધી મંજૂરી નહિ મળતા શહેરના 165 જેટલા પરિવારને લાભ મળી શક્યો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.