રજૂઆત:બાબરામાં વોર્ડ નં. 6માં બ્રિજનું અધૂરું કામ તાકીદે પૂર્ણ કરો

બાબરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક અગ્રણીઅે પાલિકાના ચિફ ઓફિસરને રજૂઆત કરી

બાબરામાં વોર્ડ નંબર 6માં પુલનું અધુરૂ કામ તાત્કાલીક પૂર્ણ કરવા માટે સ્થાનિક અગ્રણીએ પાલિકા ચિફ ઓફિસરને રજૂઆત કરી હતી. અહી લાંબા સમયથી પૂલની કામગીરી અધુરી હોવાથી લોકો પુલ પર પતરા મુકી પસાર થવા મજબુર બન્યા છે.

બાબરાના અગ્રણી રાજુભાઈ રંગપરાએ પાલિકા ચિફ ઓફિસરને રજૂઆતમાં જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 6માં બસલી પુલ તરીકે જાણીતા બ્રિજની કામગીરી શરૂ કરી હતી. પણ કોઈ કારણોસર કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે. સાથે સાથે કેટલાક સમયથી પુલના નિમાર્ણની કામગીરી અધુરી છે. જેના કારણે સ્થાનિક લોકો પુલ પર પતરા મુકી પસાર થવા મજબુર બન્યા છે. નાના નાના ભૂલકા પણ અભ્યાસ અર્થે જવા માટે પતરા પરથી પસાર થઈ રહ્યા છે. ત્યારે કોઈ મોટી દુર્ઘંટના સર્જાશે તો જવાબદારી કોને તેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...