માંગણીઓ મુદ્દે રજુઆત:બાબરા તાલુકા પંચાયતના VCE અચોક્કસ મુદ્દતની હડતાલ પર, ટીડીઓને આવેદન પાઠવાયું

બાબરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કામગીરી અટકી પડતા વિદ્યાર્થીઓ અને ખેડૂતોને મુશ્કેલી
  • કોમ્પ્યુટર ઓપરેટર કરાર આધારિત ફરજ બજાવે છે

બાબરા તાલુકા ગ્રામ પંચાયતમા કોમ્યુટર ઓપરેટર કરાર આધારિત ફરજ બજાવે છે. પરંતુ સરકાર દ્વારા તેમને ફિકસ પગાર કે કામગીરીનુ કમીશન ચુકવાયુ ન હોય આજે વીસીઇ સામુહિક હડતાલ પર ઉતરી જતા કામગીરી અટકી પડી હતી. બાબરા તાલુકાના કોમ્યુટર ઓપરેટરના પ્રમુખ વિમલભાઈ અમરેલીયા તેમજ ઉપપ્રમુખ નાગરાજભાઈ વાળાએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા વીસીઇની વિવિધ માંગણીઓ મુદ્દે રજુઆત કરી હતી.

જેમા જણાવાયું હતુ કે ગામડામાં ગ્રામ પંચાયત કચેરીમાં બેઠાબેઠા કોમ્યુટર ઓપરેટર રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના ફોર્મ લોકોને ભરી દેતા હતા. તેમજ વિધાર્થીઓ આવકના દાખલાઓ અને ખેડૂતોને 7/12 અને 8-અના દાખલાઓ ગામડે સરળતાથી મળી રહ્યા છે. પણ રાજ્ય સરકાર દ્વારા કોમ્યુટર ઓપરેટરનું શોષણ કરવામાં આવી રહ્યું છે.

અનેકવાર રજુઆત કરવામાં આવી હડતાળ પણ પાડેલ હતી તેમ છતાં રાજ્ય સરકારનું પેટનું પાણી હલતું નથી. ગ્રામ પંચાયતના કોમ્યુટર ઓપરેટરની હડતાળના કારણે ખેડૂતોને દાખલાઓ નહિ મળતા કૃષિ ધીરાણમાં મુશ્કેલીઓ પડી રહી છે. તેમજ હાલ એડમિશન પ્રક્રિયા શરૂ હોય માટે વિદ્યાર્થીઓને આવકના દાખલા મળવા મુશ્કેલ બન્યા છે.

આ સિવાય રાજ્ય અને કેન્દ્ર સરકારની અન્ય યોજનાઓના ફોર્મ પણ ભરવાના બંધ થયા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. વિમલભાઈ અમરેલીયાઅે જણાવ્યું હતુ કે રાજ્ય સરકાર કોઈ ફિક્સ રકમ નક્કી કરે તેમજ કામગીરી પર પૂરતા પ્રમાણમાં અને સમય મર્યાદામાં કમિશન આપવામા આવે તો ઓપરેટરને પોસાય તેમ છે. હાલ છેલ્લા ત્રણ વર્ષનું મગફળી તેમજ ચણાના ફોર્મ ભર્યા તેનું કમિશન હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...