તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બાબરા તાલુકામાં સરકારી પડતર તેમજ નદી તળાવમાંથી કોઈપણ પ્રકારની લીઝ કે મંજૂરી વગર માટી ખનિજની ચોરી થતી હોવાની અવારનવાર ફરિયાદ ઉઠે છે. પણ ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી નહિ કરવામાં આવતા માટી માફિયાઓ બેફામ બન્યા છે. ત્યારે બાબરાના એક ખેડૂત દ્વારા તાલુકામાં સરકારી પડતર અને ખરાબાની જમીન તેમજ તળાવ અને નદીના પટમાંથી ગેરકાયદેસર માટીની ચોરી થતી હોવાની રજુઆત સ્થાનિક તંત્રને કરવામાં અાવી હતી.
બાબરામાં રહેતા અને ખેતીકામ કરતા રમેશભાઈ પરસોતમભાઈ ભાલાળા દ્વારા મામલતદાર તેમજ ખાણ ખનીજ વિભાગને પત્ર દ્વારા જાણ કરી રજુઆત કરી હતી કે અહીં નિલવળા રોડ પર આવેલ મેલડીમાં તળાવ પર બેરોકટોકને ગેરકાયદેસર રીતે માટીની ચોરી કરવામાં આવી રહી છે. અહીં વહેલી સવારે ચાર વાગ્યા અને છ વાગ્યા સુધીમાં માટીની ચોરી કરવામાં આવી રહી છે. તેઓએ તંત્રને ટ્રેકટર તેમજ ટ્રોલી અને માટીની ચોરી કરનાર મુખ્ય વ્યક્તિનું નામ પણ જણાવ્યું હતુ.
અહીં તળાવમાંથી માટી,માેરમ,પથ્થર કાઢી વેચવામાં આવી રહ્યાં છે. તેમજ આ ખેડૂત દ્વારા માટી ચોરીનું તમામ વીડિયો અને ફોટોગ્રાફી પણ કરેલ હોય જે તંત્ર જણાવે ત્યારે રજૂ કરવાનું પણ જણાવ્યું છે. ત્યારે બાબરા મામલતદાર અને ખાણ ખનીજ વિભાગ દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી ખેડૂતની માંગણી છે.
કલાેરાણામાં માટી ચાેરી કરતા 3 ટ્રેકટરાે ઝડપાયા, 11 લાખનો મુદ્દામાલ કબજે
અમરેલી જિલ્લામા ખનીજ ચાેરીનુ પ્રમાણ વધી ગયુ છે. ત્યારે પાેલીસે બાબરાના કલાેરાણામાથી માટી ચાેરી કરતા ત્રણ ટ્રેકટરને ઝડપી પાડયા હતા. પાેલીસે અહીથી રૂપિયા 11 લાખનાે મુદામાલ કબજે લીધાે હતેા. માટી ચાેરી ઝડપાયાની અા ઘટના બાબરા તાલુકાના કલાેરાણામા બની હતી. પાેલીસે અહીથી ત્રણ ટ્રેકટરને માટી ચાેરી કરતા ઝડપી પાડયા હતા.
કરણ દિનેશ ડાવર, શાંતુ પાગા શીંગાળા, રવિ જીવરાજ, ગેલા પાેલા, ભરત કડવા અને સવા પાેલા નામના શખ્સાે સામે કાર્યવાહી કરી હતી. પાેલીસે ત્રણેય ટ્રેકટરમાથી મળી નવ ટન માટી તેમજ ટ્રેકટર સહિત કુલ રૂપિયા 11 લાખનાે મુદામાલ કબજે લીધાે હતાે. બનાવ અંગે અેઅેસઅાઇ અે.અેસ.કટારા અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.