તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:બાબરામાં માર્કેટીંગ યાર્ડના ચેરમેન, વાઇસ ચેરમેનની સર્વાનુમતે વરણી

બાબરા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા રજીસ્ટારના અધ્યક્ષ સ્થાને બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠક મળી

બાબરા માર્કેટીંગયાર્ડમાં ચેરમેન- વાઇસ ચેરમેનની ચૂંટણી બિન હરીફ થતા ચેરમેન તરીકે લક્ષ્મણજી રાઠોડ અને વાઇસ ચેરમેન તરીકે બીપીનભાઈ રાદડિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવતા સ્થાનિક ભાજપના અગ્રણીઓ દ્વારા આવકારી અભિનંદન પાઠવ્યા હતા. બાબરામાં માર્કેટીંગયાર્ડમાં ડિરેક્ટરોની ત્રણ મહિના પહેલા ચુંટણી યોજાઇ હતી. જેમાં યાર્ડના તત્કાલીન ચેરમેન જીવાજીભાઈ રાઠોડની પેનલનો ભવ્ય વિજય થયો હતો.

ત્યારે હવે માર્કેટીંગયાર્ડના આગામી અઢી વર્ષ માટે નવા સુકાની પસંદ કરવા માટે યાર્ડમાં જામનગરના જિલ્લા રજિસ્ટ્રારના અધ્યક્ષસ્થાને તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠક યોજાઇ હતી. જેમાં લક્ષણજી રાઠોડ ચેરમેન તરીકે તેમજ વાઇસ ચેરમેન તરીકે શહેરના ભાજપ મહામંત્રી બીપીનભાઈ રાદડિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

યાર્ડના તમામ ડિરેક્ટર તેમજ પૂર્વ ચેરમેન જીવાજીભાઈ રાઠોડ,પૂર્વ કેબિનેટ પ્રધાન બાવકુભાઈ ઉઘાડ,માજી ધારાસભ્ય વાલજીભાઈ ખોખરીયા,નગરપાલિકા પ્રમુખ લલિતભાઈ આંબલિયા,ઉપપ્રમુખ વસંતભાઈ તેરૈયા,જિલ્લા ભાજપ મહામંત્રી,ભુપેન્દ્રભાઈ બસિયા,ભુપતભાઇ બસિયા, નગરપાલિકા સભ્ય ધર્મેશભાઈ વાવડીયા સહિત અાગેવાનાેઅે વરણીને અાવકારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો