બાબરાથી શેખપીપરીયા માર્ગ હાલ ડામર બનાવવામા આવી રહ્યો હોય પરંતુ અહી ડાયવર્ઝન કે બોર્ડ લગાવાયુ ન હોય અહીથી પસાર થતુ એક બાઇક સ્લીપ થતા બે બાળકો ડામર રોડ પર પટકાતા દાઝી ગયા હતા. તંત્રની આવી બેદરકારી સામે લોકોમા રોષ જોવા મળ્યો હતો.
બાબરા શેખપીપરીયા માર્ગ નવો બનાવવાની કામગીરી શરૂ કરવામા આવી છે. પરંતુ અહી કોન્ટ્રાકટર દ્વારા કોઇ ડાયવર્ઝન કે આગળ કામ ચાલુ છે તેવુ બોર્ડ મુકવામા ન આવતા અહીથી એક પરિવાર બાળકો સાથે બાઇક પર પસાર થઇ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થતા બાળકો ગરમ ડામર રોડ પર પટકાતા દાઝી ગયા હતા.
અહી અનેક વાહન ચાલકોને આ રીતે અકસ્માતનો ભોગ બનવુ પડી રહ્યું છે. અહીથી પસાર થતા લોકોએ પણ કોન્ટ્રાકટર સામે રોષ વ્યકત કર્યો હતો અને ઘટનાનો વિડીયો સોશ્યલ મિડીયામા વાયરલ કર્યો હતો. ઘટનાને પગલે તાબડતોબ માર્ગની આગળ બાવળની ઝાડીઓ નાખી માર્ગ બંધ કરી દેવાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.