તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનુદાન:પિતાના મૃત્યુ પાછળ જ્ઞાતિ ભોજનને તિલાંજલી આપી બાબરામાં સમાજ વાડીના નિર્માણમાં 1 લાખ 11 હજારનું યોગદાન આપ્યું

બાબરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
શ્રદ્ધાંજલી અર્પી વાડીના નિર્માણ માટેનો ચેક અર્પણ કર્યો. - Divya Bhaskar
શ્રદ્ધાંજલી અર્પી વાડીના નિર્માણ માટેનો ચેક અર્પણ કર્યો.
 • બાબરાના ટાઢાણી પરિવારના પ્રેરણાદાયી કાર્યને લોકોએ બિરદાવ્યું
 • અગ્રણીઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું

બાબરામા રહેતા એક લેઉવા પટેલ પરિવારે સ્વજનના મૃત્યુ બાદ જ્ઞાતિ ભોજનને તિલાંજલી આપી અહી સમાજની નુતન નિર્માણ વાડીમા રૂપિયા 1,11,000નુ આર્થિક અનુદાન આપી સમાજને નવો રાહ ચિંધ્યો હતો.

બાબરામાં હરભોલે સોસાયટીમાં રહેતા અગ્રણી વેપારી અશ્વિભાઈ ટાઢાણી તેમજ વિપુલભાઈ ટાઢાણીના પિતાનુ ગત તા.22 ડિસેમ્બરના રોજ અવસાન થતાં તેમની પાછળ થતા જ્ઞાતિ ભોજનને તિલાંજલિ આપી પટેલ સમાજની નિર્માણ થનાર વાડીમાં આર્થિક યોગદાન આપી નવી રાહ ચીંધી હતી. વેપારી બંધુઓ અશ્વિનભાઈ ટાઢાણી તેમજ વિપુલભાઈ ટાઢાણીના પિતા અરજણભાઈ કાળાભાઈ ટાઢાણીનુ અવસ્થાના કારણે મૃત્યુ થતા તેમની પાછળ કરવામાં આવતુ જ્ઞાતિ ભોજનને વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને આ બંને ભાઈઓ દ્વારા તિલાંજલિ આપી પટેલ સમાજની વાડી બનાવવામાં 1.11 લાખનું આર્થિક યોગદાન આપી પોતાના પિતાને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પિતાના અવસાન પર પુત્રોના પ્રેરણાદાઈ કાર્યને ઉપસ્થિત પટેલ સમાજના અગ્રણીઓ દ્વારા બિરદાવી આવકારી હતી. અને તેમનું સન્માન પણ પટેલ સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે માજી ધારાસભ્ય વાલજીભાઈ ખોખરીયા, માર્કેટીંગયાર્ડના વાઇસ ચેરમેન બીપીનભાઈ રાદડિયા,ખોડલધામના તાલુકા અગ્રણી મહેશભાઈ ભાયાણી,ડાયાભાઈ શેલિયા, અશોકભાઈ રાખોલીયા, મગનભાઈ કોઠીયા, મનસુખભાઈ પલસાણા, જીવનભાઈ ભાયાણી, ભાયલાલભાઈ ધોળકિયા, સુરેશભાઈ ભાલાળા વિગેરે સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો