મુશ્કેલી:કોડીનાર રાજકોટ વાયા બાબરા રૂટની બસ શરૂ કરવા માંગ ઉઠી

કોટડાપીઠા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કાળ દરમિયાન રૂટ બંધ કરી દેવાયો હતો
  • સેવા બંધ હોવાથી મુસાફરોને મુશ્કેલી પડી રહી છે

કોડીનાર ડેપોની કોડીનાર રાજકોટ વાયા અમરેલી બાબરા રૂટની બસ કોરોના કાળ દરમિયાન બંધ કરી દેવામા આવી હતી. ત્યારે આ રૂટની બસ ફરી શરૂ કરવા માંગ ઉઠી છે.

કોડીનારથી સાંજે 4 કલાકે ઉપડતી અને રાજકોટથી સવારે 6 કલાકે ઉપડતી આ રૂટની બસ કોરોના કાળથી બંધ કરી દેવામા આવી હતી. પરંતુ હજુ સુધી આ રૂટની બસ બંધ હોય મુસાફરોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. આ રૂટ પર કોડીનાર ડેપોની અમરેલી બાબરા થઇને ચાલતી એકમાત્ર બસ હતી.

આ રૂટની બસમા ટ્રાફિક પણ પુરતા પ્રમાણમા રહેતો હતો. પરંતુ કોરોનાના સમયમા આ રૂટની બસ બંધ કરી દેવામા આવી હતી. ત્યારે એસટી તંત્ર દ્વારા ફરી આ રૂટ શરૂ કરવામા આવે તેવી મુસાફરોમાથી માંગ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...