ચોરી:કોટડાપીઠાના બે રહેણાંકમાં રૂપિયા 1.73 લાખની ચોરી

કોટડાપિઠા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
બનાવ અંગે બાબરા પોલીસમાં ફરિયાદ. - Divya Bhaskar
બનાવ અંગે બાબરા પોલીસમાં ફરિયાદ.
  • તસ્કરો સોનાના દાગીના, રોકડ ઉઠાવી ગયા

બાબરા તાલુકાના કાેટડાપીઠામા બે રહેણાંકમા તસ્કરાે ત્રાટકયા હતા. તસ્કરાે અહીથી સાેનાના દાગીના અને રાેકડ મળી કુલ રૂપિયા 1.73 લાખના મુદામાલની ચાેરી કરીને લઇ જતા અા બારામા બાબરા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવાઇ છે. ચાેરીની અા ઘટના બાબરાના કાેટડાપીઠામા બની હતી. અહી રહેતા જેઠાભાઇ વાઘજીભાઇ ચાેવટીયા (ઉ.વ.67) નામના વૃધ્ધે બાબરા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે તેમના પત્ની સાથે રાજકાેટ રહેતા તેમના દીકરાના ઘરે તારીખ 28ના રાેજ ગયા હતા. બાદમા પરત ફરતા તેમના ઘરમા ચાેરી થયાની જાણ થઇ હતી.

તસ્કરાેઅે મકાનના તાળા તાેડી રૂમમા રાખેલ કબાટમાથી સાેનાનાે અેક ચેઇન અાઠ તાેલાનાે કિમત રૂપિયા 84 હજાર તેમજ સાેનાનુ મંગળસુત્ર કિમત રૂપિયા 45 હજાર તેમજ સાેનાની બે વીંટી કિમત રૂપિયા 4500 અને રાેકડ ચાર હજાર મળી કુલ રૂપિયા 1,73,500ના મુદામાલની ચાેરી કરીને લઇ ગયા હતા.

અા ઉપરાંત તસ્કરાે તેના ભત્રીજા ધર્મેશભાઇના મકાનમા પણ ત્રાટકયા હતા. જાે કે અહી તસ્કરાેઅે સરસામાન વેરવિખેર કર્યાે હતાે. પરંતુ કંઇ હાથ લાગ્યુ ન હતુ. ગામમા બે સ્થળે ચાેરીની ઘટનાને પગલે લાેકાેમા ફફડાટ જાેવા મળી રહ્યાે છે. બનાવ અંગે અેઅેસઅાઇ અે.અેસ.કટારા અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...