તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:બાબરાના ઇંગાેરાળામાં સુરાપુરા દાદાના મંદિરમાં દોઢ લાખની ચોરી

બાબરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરાે ચાંદીના છત્તર અને રાેકડ ભરેલી તિજાેરી ઉઠાવી ગયા: શોધખોળ શરૂ

બાબરા પંથકમા પાછલા કેટલાક સમયથી તસ્કરાેની રંજાડ વધી પડી છે. ત્યારે અહીના ઇંગાેરાળામા ઠેસીયા પરિવારના સુરાપુરા દાદાના મંદિરમા ગતરાત્રીના તસ્કરાે ત્રાટકયા હતા. તસ્કરાે અહીથી તિજાેરી ઉઠાવી ગયા હતા. આ તિજાેરીમા ચાંદીનાા 6 છતર અને રાેકડ રકમ મળી કુલ રૂપિયા દોઢ લાખનેા મુદામાલ હતાે.

18 મણની આ તિજાેરી ઉપાડવા સાતથી આઠ લાેકાેની જરૂર પડે જેથી આટલી સંખ્યામા તસ્કરાે હશે તેવુ લાેકાેએ અનુમાન લગાવ્યું હતુ.બનાવ અંગે ગામના આગેવાન જતીનભાઇ ઠેસીયાએ બાબરા પાેલીસ મથકમા લેખિતમા ફરિયાદ આપી હતી. જેને પગલે સ્થાનિક પીઆઇ ડી.વી.પ્રસાદ સહિત સ્ટાફ ઘટના સ્થળે દાેડી ગયાે હતાે અને તસ્કરાેની ભાળ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

તસ્કરાે 18 મણની તિજાેરી 300 મીટર દુર લઇ ગયા
મંદિરના ગર્ભગૃહમા રાખેલ 18 મણની તિજાેરીમા ચાંદીના છતર અને રાેકડ રકમ રાખેલી હતી. તસ્કરાે આ તિજાેરી હાથ લારીમા ઉપાડી મંદિરથી 300 મીટર દુર ખીજડીયા જવાના રસ્તે સ્મશાન નજીક લઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...