અમરેલી:બેંકમાં લાઇનમાં ઉભા રહેવા બાબતે યુવકને ધોકો ઝીંકયો

બાબરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 2 શખ્સોએ મારી નાંખવાની ધમકી પણ આપી

તાબાના રાણપર ગામે રહેતો એક યુવક બેંકમા ધિરાણ લેવા ગયો હતો ત્યારે બે શખ્સોએ લાઇનમા ઉભા રહેવા મુદે બોલાચાલી કરી ધોકા વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા બાબરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.યુવકને ધોકા વડે મારમાર્યાની આ ઘટના બાબરાના રાણપર ગામે બની હતી. અહી રહેતા નીલેશભાઇ બાલાભાઇ રાદડીયા (ઉ.વ.34) નામના યુવકે બાબરા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તે મોટા દેવળીયા ગામે એસબીઆઇમા ધિરાણ લેવા ગયા ત્યારે અશ્વિન વીરજી પરમાર નામના શખ્સે લાઇનમા ઉભા રહેવા મુદે બોલાચાલી કરી ધોકા વડે મારમારી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત પંકજ મુળશંકરદાસ બોરીસાગર નામનો શખ્સ પણ તલવાર સાથે ધસી આવ્યો હતો. અને ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...