તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેચવર્ક:બાબરાથી માેટા દેવળિયાનો માર્ગ બિસ્માર હોવાથી લોકોને હાલાકી

બાબરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
બિસ્માર માર્ગનું પેચવર્ક કરાતા લોકોએ રાહત અનુભવી. - Divya Bhaskar
બિસ્માર માર્ગનું પેચવર્ક કરાતા લોકોએ રાહત અનુભવી.
  • રજુઅાતને પગલે તંત્રઅે તાબડતાેબ પેચવર્ક શરૂ કર્યું

બાબરાથી માેટા દેવળીયા સુધીનાે માર્ગ તદ્દન બિસ્માર હાલતમા બની ગયાે હાેય લાેકાે દ્વારા ધારાસભ્યને રજુઅાત કરાઇ હતી. તેમણે તંત્રને જાણ કરતા અહી તાબડતાેબ ડામર પેચવર્કની કામગીરી શરૂ કરવામા અાવતા લાેકાેઅે રાહત અનુભવી હતી.

બાબરાથી મોટા દેવળીયા માર્ગ અતિ બિસ્માર છે, અને તેમાં પણ બાબરાથી ચમારડી સુધીનો ચાર કિલીમીટરનો માર્ગ અતિ તદન ભંગાર હાલતમા બની ગયાે છે. ચાેમાસા પહેલા અા માર્ગનુ સમારકામ કરવામા અાવે તે અંગે લાેકાે દ્વારા ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરને રજુઅાત કરવામા અાવી હતી. તેમના દ્વારા માર્ગ મકાન વિભાગને રજુઅાત કરાતા તંત્ર દ્વારા અહી ડામર પેચવર્કની કામગીરી શરૂ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...