રીપેરીંગ કરવા માંગ:બાબરામાં અમરેલીથી રાજકોટ હાઈવેને જોડતો રસ્તો બિસ્માર

બાબરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાદવ-કીચડથી વેપારીની હાલત કફોડી, રીપેરીંગ કરવા માંગ

બાબરામાં અમરેલીથી રાજકોટ હાઈવેને જોડતો માર્ગ બિસ્માર બન્યો છે. અહી કાદવ- કીચડના લીધે રાહદારીઓ પરેશાન બન્યા છે. પણ તંત્ર રીપેરીંગ કરવાની તસદી લેતું નથી. તેમજ ખખડધજ રસ્તાના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.અમરેલી- રાજકોટ હાઈવે જોડતો સોર્ટકર્ટ રસ્તા પર લાંબા સમયથી મસમોટા ખાડાઓ પડ્યા છે.

અહી વાહન ચાલકો ઘોહાબાપુના ગઢથી ધારપરા, ચમારડી અને જીવનપરામાં થઈને રાજકોટ હાઈવે પર નીકળી જાય છે. બિસ્માર રોડ પર વરસાદ પડતા કાદવ- કીચડ ખીલી ઉઠ્યો છે.અહી રાહદારી તો પસાર પણ થઈ શકતા નથી. બીજી તરફ બાઈક જેવા વાહન ચાલકોને અકસ્માતનો ભય જોવા મળે છે.

જ્યારે તંત્ર રીપેરીંગ કરતું નથી. જેના કારણે વેપારી અને વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. અવાર- નવાર તંત્રને રજૂઆત છતાં આજ સુધી કોઈ જ પ્રકારની કામગીરી કરાય નથી. પણ અંતે તો લોકોને મુશ્કેલી વેઠવાનો સમય આવ્યો છે. ત્યારે હવે ક્યારે તંત્ર જાગશે અને લોકોની મુશ્કેલી સમજશે. તેના પર અનેક સવાલ થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...