રજુઆત:જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરી ઢીલી

બાબરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિ.પં. ના વિપક્ષી નેતા દ્વારા પીએમને પત્ર પાઠવી રજુઆત
  • લાભાર્થીઓને નુકસાન અને હાડમારી ભોગવવાનો વારો

અમરેલી જિલ્લામા પ્રધાનમંત્રી અાવાસ યાેજનાની કામગીરી ઢીલી જાેવા મળી રહી છે. ત્યારે અા પ્રશ્ને જિલ્લા પંચાયતના વિરાેધ પક્ષના નેતા દ્વારા પ્રધાનમંત્રીને પત્ર પાઠવી રજુઅાત કરવામા અાવી છે. જિલ્લા પંચાયત વિરાેધ પક્ષના નેતા પ્રભાતભાઇ કાેઠીવાળ દ્વારા કરાયેલી રજુઅાતમા જણાવાયું હતુ કે વર્ષ 2012-13 અને 14મા અનુસૂચિત જાતિના 594 આવાસ, અનુજન જાતિના 30 આવાસ, લઘુમતીના 318 આવાસ અને અન્ય 3105 આવાસ મંજુર કરવામાં આવ્યા હતા. પણ ત્યારબાદ વર્ષ 2014 પછી યોજનાનું ઇન્દિરા આવાસ નામ બદલી પ્રધાનમંત્રી આવાસ યોજના નામ રાખ્યું પણ આવાસ યોજનામાં લાભાર્થીઓને આવાસનો લાભ મળવામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.

તેમણે આંકડાકીય માહિતી આપતા વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2014 થી 2021 સુધી એટલે કે સાત વર્ષમાં આવાસ યોજની મંદ ગતિ જોવા મળી છે. જેના અ.જા 583 આવાસ, અ .જ.જા 17 આવાસ, લઘુમતી 97 અને અન્ય 1226 આવાસો મંજુર કરવામાં આવ્યા છે. જિલ્લામાં મંદ ગતિએ આવાસો મંજુર કરવામાં આવતા લાભાર્થીઓને નુકશાન અને હાડમારી ભોગવવાનો વારો આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...