ગ્રામજનોમાં રાહત:લાલકાની સીમમાં એક પખવાડીયાથી ધામા નાખનાર દીપડો પાંજરે પુરાયો, બે દિવસ પહેલા એક વાછરડીનું મારણ પણ કર્યું હતું

બાબરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોડી રાત્રે અહી દીપડો પાંજરે સપડાઇ ગયો હતો, જેને સાસણ મોકલી અપાયો હતો

બાબરા તાલુકાના લાલકાની સીમમા પાછલા એકાદ પખવાડીયાથી દીપડાએ ધામા નાખ્યા હોય ખેડૂતોમા ભય જોવા મળી રહ્યો હતો. જો કે વનવિભાગે આ દીપડાને પાંજરે પુરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. અહી બે દિવસ પહેલા દીપડાએ વાછરડીનુ મારણ પણ કર્યુ હતુ.

લાલકામા બે દિવસ પહેલા આલાભાઈ લક્ષ્મણભાઈની વાડીમા વાછરડીનું દીપડા દ્વારા મારણ કરાયુ હતુ. વનવિભાગને જાણ કરતા ફોરેસ્ટર મુકેશભાઈ પલાસ તેમજ સ્ટાફના મધુબેન કરણાગીયા, આર. આર. પાદરીયા,અલ્તાફભાઈ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી જઇ તપાસ કરી પાંજરૂ ગોઠવ્યું હતુ. મોડી રાત્રે અહી દીપડો પાંજરે સપડાઇ ગયો હતો. જેને સાસણ મોકલી અપાયો હતો.

ફોરેસ્ટ મુકેશભાઈ પલાસે જણાવ્યું હતું કે છેલ્લા પંદર દિવસથી પંચાલ વિસ્તારમાં દીપડાએ ધામા નાખ્યા હોવાની માહિતી મળતી હતી. અને એક અઠવાડિયાથી દીપડાને પકડવા માટે વનવિભાગ દ્વારા પ્રયાસ કરવામાં આવતો હતો. એક અઠવાડિયા પહેલા તાલુકાના જામબરવાળા ગામે પણ એક પશુનું મારણ કર્યુ હતુ. ત્યાં પણ પાંજરૂ મુકી દીપડાને પકડવાનો પ્રયત્ન કર્યો હતો પણ હાથ આવ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...