કામગીરી અટકી:બાબરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરી ટલ્લે ચઢી

બાબરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનેક લાભાર્થીઓને નિયમીત હપ્તાની ચુકવણી કરાતી ન હાેઇ પરેશાની

બાબરામા પ્રધાનમંત્રી આવાસ યાેજના અંતર્ગત લાભાર્થીઓને નિયમીત હપ્તાની ચુકવણી કરવામા આવતી ન હાેય અગવડતા પડી રહી છે. ચાેમાસા પહેલા અનેક લાભાર્થીઓએ મકાન બનાવવા અંગે અરજી કરી હતી અને મંજુર પણ થઇ ગઇ હતી. તેમ છતા હજુ સુધી કામગીરી અટકી પડી છે.

શહેરમા પ્રધાનમંત્રી આવાસ યાેજનામા અનેક લાેકાે મકાન બનાવી રહ્યાં છે. જાે કે તંત્ર દ્વારા આ લાભાર્થીઓને નિયમીત હપ્તાની ચુકવણી કરવામા નથી આવતી જેના કારણે લાભાર્થીઅાેને મુશ્કેલી પડી રહી છે. અનેક મકાનાે સ્લેબ સુધી બની ગયા હાેવા છતા માત્ર બે હપ્તાની જ ચુકવણી કરાઇ છે. મકાનની કામગીરી શરૂ હાેય સર્વે કરવા માટે કાેઇ કર્મચારીઓ પણ ડાેકાતા નથી. જેના કારણે લાભાર્થીઅાેને સમયસર હપ્તાની રકમ મળી શકતી નથી. મકાન બનાવવા માટે અનેક લાભાર્થીઓ ઉછીના પૈસા લઇને પણ કામગીરી શરૂ કરી છે. પરંતુ સમયસર હપ્તા મળતા ન હાેય અગવડતા પડી રહી છે. અનેક લાભાર્થીઅાેઅે ચાેમાસા પહેલા મકાન બનાવવા માટે અરજીઅાે કરી છે. જે મંજુર પણ થઇ ગઇ હાેવા છતા કામગીરી અટકી પડી છે. અનેક લાભાર્થીઅાે અા માટે પાલિકા કચેરીમા પણ ધક્કા ખાઇ રહ્યાં છે. ત્યારે લાભાર્થીઅાેને નિયમીત હપ્તાની ચુકવણી કરવામા અાવે તેવી માંગ ઉઠી રહી છે.

153 અરજીઓ પેન્ડિંગ
જાણવા મળતી વિગત મુજબ આવાસ યોજના માટે હાલ પાલિકામાં 153 અરજીઓ પેન્ડિંગ પડી છે . તેમજ 35 અરજીઓ મંજુર થઈ છે.

અન્ય સમાચારો પણ છે...