તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રની બેદરકારી:બાબરામાં તંત્રની બેદરકારી, ઘાસનાે જથ્થાે ખુલ્લા મેદાનમાં

બાબરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખુલ્લા પડેલા પશુ ઘાસચારાને ઢાંકવામાં આવે તેવી માલધારીઓએ માંગ ઉઠાવી છે. - Divya Bhaskar
ખુલ્લા પડેલા પશુ ઘાસચારાને ઢાંકવામાં આવે તેવી માલધારીઓએ માંગ ઉઠાવી છે.
  • વરસાદથી પલળી જશે તાે જવાબદારી કાેની ?: માલધારીઅાે

બાબરા વનવિભાગના ગોડાઉનમા ખુલ્લા મેદાનમાં ઘાસની પેટીઓ પડી છેે. ચાેમાસુ માથે છે તેવા સમયે અા રીતે ઘાસનાે જથ્થાે ખુલ્લામા પડયાે હાેય વરસાદથી ઘાસ પલળી જશે તાે જવાબદાર કાેણ તેવા સવાલાે માલધારીઅાે અને પશુપાલકાે ઉઠાવી રહ્યાં છે.

દુષ્કાળના સમયે માલધારી પશુપાલકો તેમજ ખેડૂતોને પોતાના પશુઓના નિર્વાહ માટે વનવિભાગ દ્વારા વીડી વિસ્તારમાથી ઘાસ કાપી તેની પેટીઓ તૈયાર કરી સંગ્રહ કરતું હોય છે. પણ જ્યારે આ ઘાસની માવજત કરવામાં વનવિભાગ બેદરકારી દાખવે ત્યારે ખેડૂતો અને માલધારીઓને વધુ ચિંતા સતાવતી હોય છે. કારણ કે ઘાસની જરૂર હશે ત્યારે મળશે નહીં અને હાલ પુષ્કળ પ્રમાણમાં ઘાસ છે. તો તંત્ર દ્વારા સાચવવા બેકાળજી દાખવવામાં આવી રહી છે. બાબરામાં ગોડાઉનના વિશાલ મેદાનમાં મસમોટો ઘાસનાે જથ્થો ખુલ્લામા પડયાે છે. અને ચોમાસાના દિવસો નજીક છે. બે ત્રણ દિવસમાં જોરદાર વરસાદ પડશે અને આ ઘાસ પલળી જશે પણ વન વિભાગના અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી.

મુંગા પશુઓના મોઢેથી ઘાસ છીનવાઈ ન જાય તેની તકેદારી વનવિભાગ દ્વારા રાખવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. જે ગોડાઉનમાં ઘાસ રાખવામાં આવ્યું છે તે ગોડાઉનની હાલત પણ કફોડી છે. અને ચોમાસામાંની ઋતુમાં અહીં વરસાદના કારણે ઘાસ પલળી પણ જશે. ત્યારે હવે વનવિભાગના અધિકારીઓ જાગે અને ખુલ્લા પડી રહેલા પશુઓના ઘાસચારાને ઢાંકવાની વ્યવસ્થા કરે તેમજ જર્જરિત ગોડાઉનની તાત્કાલક મરામત કામગીરી હાથ ધરે તે જરૂરી બન્યુ છે.

અન્ય સમાચારો પણ છે...