વન તંત્રીની શોધખોળ:બાબરાના દરેડમાં સિંહે બે પશુનું મારણ કર્યું

બાબરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિંહના આંટાફેરા વધતા વન તંત્રીની શોધખોળ

બાબરા તાલુકાના દરેડમાં ગત રાત્રીના સાવજે બે પશુનું મારણ કર્યું હતું. અહી છેલ્લા એક માસથી ગ્રામ્ય વિસ્તારની સીમમાં સાવજના આંટાફેરા વધી રહ્યા છે. જેના કારણે વન વિભાગની ટીમે સિંહને પકડવા માટે કવાયત હાથ ધરી છે. ગ્રામ્ય વિસ્તારમાં ખેતીની મોસમ સમયે સાવજના આંટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે.

બાબરા તાલુકાના દરેડ ગામે ગતરાત્રીના અરવિંદભાઈ જામોતની વાડીમાં સાવજે બે પશુનું મારણ કર્યું હતું. જેની જાણ ગામના સરપંચ વનરાજભાઈ વાળાએ વન વિભાગને કરી હતી. જેના કારણે વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને સિંહનું લોકેશન શોધવાની કવાયત હાથ ધરી હતી. આ અંગે વન વિભાગના મુકેશભાઈ પલાસે જણાવ્યું હતું કે છેલ્લા એક માસથી અહી સાવજોના આંટાફેરા જેવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...