બેદરકાર તંત્ર:બાબરાના નાની કુંડળ-કિડીનો માર્ગ હજુ અધૂરો

બાબરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્ગ અધૂરો હોવા છતાં તંત્રએ કામ પૂર્ણ થયાનું બોર્ડ લગાવી દીધું !!

બાબરા તાલુકાના નાની કુંડળ કિડી માર્ગ બનાવવાનુ કામ તારીખ 21/12/21થી શરૂ કરાયુ છે. જો કે હજુ સુધી આ માર્ગનુ કામ પુર્ણ થયુ નથી. પરંતુ તંત્ર દ્વારા અહી માર્ગનુ કામ પુર્ણ થયુ હોવાનુ બોર્ડ લગાવી દેવાયુ છે. હાલ તો અહી કપચી પાથરવામા આવી છે. જેના કારણે અહીથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સતાવી રહી છે. આ રસ્તો છેલ્લા કેટલાક મહિનાઓથી બિસ્માર હાલતમાં છે. આજુ બાજુના ગામના લોકોને આ રસ્તે ચાલવું બહું મુશ્કેલ પડી રહ્યું છે.

વાહન ચાલકો ધુળની ડમરીનો સામનો કરી રહ્યાં છે. અહી અવારનવાર વાહનોમા પંકચર પડી જાય છે. અનેક નાના વાહનો સ્લીપ થવાની ઘટના પણ બની રહી છે. હાલ તો આ માર્ગના કારણે ગ્રામજનોને હાડમારી વેઠવી પડી રહી છે. ત્યારે આ માર્ગનુ કામ તાકિદે પુર્ણ કરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...