રજૂઆત:બાબરામાં દેવીપૂજક સમાજે મામલતદારને આવેદન આપ્યું

બાબરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાૈવંશની કતલ કરી મઢમાં અવયવાે ફેંકનાર સામે પગલા લેવા માંગ

બાબરામા ગળીયારા શેરીમા અાવેલ દેવીપુજક સમાજના માતાજીના મઢમા બાંભણીયાના પાંચ શખ્સાેઅે ગાૈવંશની હત્યા કરી અવયવાે ફેંકી મઢને અપવિત્ર કરવાના મુદે અાજરાેજ સાૈરાષ્ટ્ર દેવીપુજક ફેડરેશનના નેજા તળે મામલતદારને અાવેદન પાઠવી અા કૃત્ય કરનારા સામે કાયદેસરના પગલા લેવાની માંગ કરાઇ હતી.

સાૈરાષ્ટ્ર દેવીપુજક ફેડરેશનના નેજા તળે મામલતદારને પાઠવાયેલા અાવેદનમા જણાવાયુ હતુ કે બાબરામા ગળીયારા શેરીમા અાવેલ દેવીપુજક સમાજના માતાજીના મઢમા કુંકાવાવના બાંભણીયા ગામના પાંચ શખ્ સાેઅે ગાૈવંશની કતલ કરી અવયવાે મઢમા ફેંકી અપવિત્ર કરી સમાજની લાગણી દુભાવી છે. અા અંગે સ્થાનિક પાેલીસ મથકમા પણ અરજી અપાઇ હતી.અાવેદનમા વધુમા જણાવાયું હતુ કે અા શખ્સાેઅે સાેશ્યલ મિડીયામા મઢને અપવિત્ર કરવાની ધમકી ભરેલા પત્રાે પણ મુકયા હતા.

અન્ય સમાચારો પણ છે...