અકસ્માત:બાબરા તાલુકાના ઉંટવડ નજીક બોલેરો પલટી જતા ચાલકનું મોત

બાબરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. - Divya Bhaskar
ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો.
  • અન્ય 6 મજુરોને ઇજા પહોંચતા આટકોટ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા

બાબરા તાલુકાના ઉંટવડ નજીક ગઇકાલે અહીથી પસાર થતી એક બોલેરો વાહન પલટી ખાઇ જતા ચાલકને ગંભીર ઇજા પહોંચતા તેનુ મોત નિપજયું હતુ. જયારે અન્ય છ લોકોને ઇજા પહેાંચતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.

ગઇકાલે બપોરના ત્રણેક વાગ્યાના સુમારે અહીથી પસાર થતા બોલેરો વાહન નંબર જીજે 04 બી વી 5777ના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા પલટી ખાઇ ગઇ હતી. અકસ્માતમા જામકંડોરણાના સંજયભાઇ સુરેશભાઇ બાલધા (ઉ.વ.35) નામના યુવકનુ મોત નિપજયું હતુ.

અકસ્માતમા અન્ય છ મજુરોને ઇજા પહોંચતા સારવાર માટે આટકોટ હોસ્પિટલે ખસેડવામા આવ્યા હતા. બનાવ અંગે જયદીપભાઇ મુકેશભાઇ રાદડીયાએ બાબરા પોલીસ મથકમા જાણ કરી હતી. બનાવની વધુ તપાસ પીએસઆઇ એચ.એચ.સેગલીયા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...