યાર્ડની અનોખી પહેલ:બાબરા યાર્ડમાં વાહનમાં આવતા કપાસના પાલની સીધી જ હરરાજી કરાશે

બાબરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બાબરમાં મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ વહેંચવા આવતા વાહનનની કતારો લાગી. - Divya Bhaskar
બાબરમાં મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ વહેંચવા આવતા વાહનનની કતારો લાગી.
  • ખેડૂતોનો સમય બચશે : ભાડે આવેલા વાહનો પણ વહેલા છુટા થશે

બાબરા પંથકમા માેટાભાગના ખેડૂતાે કપાસનુ વાવેતર કરે છે. હાલ પહેલી વીણીનાે કપાસ તૈયાર થઇ ગયાે હાેય યાર્ડમા કપાસની મબલખ આવક આવી રહી છે. આજે પણ યાર્ડમા કપાસની 22 હજાર મણ જેટલી જંગી આવક આવી હતી. તેની વચ્ચે બાબરા યાર્ડ દ્વારા અેક અનાેખી પહેલ કરી વાહનમા આવતા કપાસના પાલની સિધી હરરાજી કરવાનાે નિર્ણય કર્યાે છે. બાબરામા જીનીંગ ઉદ્યાેગ વિકસ્યાે છે. આ વિસ્તારમા ખેડૂતાે માેટા પ્રમાણમા કપાસનુ વાવેતર કરે છે. આ ઉપરાંત અહીના યાર્ડમા બાેટાદ, ઢસા, ગાેંડલ, જસદણ સહિતના ગામાેમાથી પણ ખેડૂતાે પાેતાનાે કપાસ વેચવા માટે અહી અાવે છે.

ચાેમાસુ વિદાય લેતા અને પહેલી વિણીનાે કપાસ પણ તૈયાર થઇ જતા ખેડૂતાે કપાસ વેચવા યાર્ડમા પહાેંચી રહ્યાં છે. જેને પગલે યાર્ડમા કપાસના ઢગલે ઢગલા નજરે પડી રહ્યાં છે. અહી કપાસની જંગી અાવક થતી હાેય જેના કારણે વાહનાેની પણ લાંબી કતારાે લાગતી હતી.ત્યારે બાબરા યાર્ડ દ્વારા અાજે અેક અનાેખી પહેલ કરાઇ હતી.

હવે યાર્ડમા વાહનાે લઇને કપાસ વેચવા અાવતા ખેડૂતાેને સરળતા પડે તે માટે પાલની સિધી જ હરરાજી કરવાનુ નક્કી કરાયુ છે. જે કાેઇ ખેડૂત વાહનમા કપાસ લઇને યાર્ડમા અાવે તેની વેપારીઅાે દ્વારા સિધી જ હરરાજી કરી માલ ઠાલવી દેવામા અાવશે. જેથી ખેડૂતાેનાે સમય બચશે તેમજ ભાડેથી અાવતા વાહનાે પણ વહેલા છુટા થશે. યાર્ડમા ટ્રાફિકની સમસ્યા પણ હળવી થશે. અા નિર્ણયથી ખેડૂતાેઅે પણ હાશકારાે અનુભવ્યાે છે.

ખેડૂતાેને 890થી 1655 સુધી ભાવ મળ્યાે
બાબરા યાર્ડમા કપાસની મબલખ આવક આવી રહી છે. તેની વચ્ચે ખેડૂતાેને પણ કપાસના રૂપિયા 890 થી 1655 સુધી ભાવ મળી રહ્યાે હાેય ખેડૂતાેમા ખુશી જાેવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...