પરિવારમાં શોક:લાલકામાં તળાવમાં ડૂબેલા યુવકની 24 કલાક બાદ લાશ મળી

બાબરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક

બાબરા તાલુકાના લાલકામા ગઇકાલે એક યુવક તળાવમા પડી જતા બાબરા અને અમરેલીના તરવૈયા દ્વારા યુવકની શોધખોળ કરાઇ હતી. આ યુવકની આજે 24 કલાક બાદ લાશ મળી આવી હતી. લાશને પીએમ માટે બાબરા સરકારી દવાખાને ખસેડવામા આવી હતી.

લાલકામા ગઇકાલે અહી રહેતા 40 વર્ષીય યુવાન પ્રેમજીભાઇ પાંચાભાઇ આત્રોડી નામનો યુવક અકસ્માતે અહી આવેલ તળાવમા ડૂબી ગયો હતો. ઘટનાને પગલે બાબરા અને અમરેલીથી ફાયર વિભાગના કર્મચારીઓ અહી દોડી ગયા હતા. અને યુવકની શોધખોળ આદરી હતી. જો કે યુવકની લાશ મળી ન હતી. આજે બીજા દિવસે પણ રેસ્કયુની કામગીરી શરૂ રાખવામા આવી હતી.

જેને પગલે સાંજના સુમારે પ્રેમજીભાઇની લાશ મળી આવતા પીએમ માટે બાબરા દવાખાને ખસેડવામા આવી હતી. મૃતક પ્રેમજીભાઇ પરિણિત હોય ચાર સંતાનો નોંધારા બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...