બિસ્માર માર્ગ:40 દિવસ પહેલા બનેલો બાબરા-ચમારડી માર્ગ ધોવાયો, વાહન ચાલકોને અગવડતા

બાબરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
માર્ગ પર ઠેર-ઠેર પાણી ભરાયેલા નજરે પડે છે. - Divya Bhaskar
માર્ગ પર ઠેર-ઠેર પાણી ભરાયેલા નજરે પડે છે.
  • કુંવરગઢ, વાલપુર, પીર ખીજડિયા, ઈંગોરાળા, ભીલડીનો માર્ગ પણ બિસ્માર હાલતમાં

બાબરા પંથકમા પાછલા મેઘમહેર થઇ રહી છે ત્યારે બાબરાથી ચમારડીનાે માર્ગ હજુ 40 દિવસ પહેલા જ નવાે બનાવાયાે હાેય માર્ગનુ ધાેવાણ થઇ ગયુ હતુ. અા ઉપરાંત અન્ય ગ્રામ્ય વિસ્તારાેના માર્ગ પણ તદન બિસ્માર હાલતમા બની ગયા છે. જેના કારણે વાહન ચાલકાેને હાડમારી વેઠવી પડી રહી છે.બાબરાથી ચમારડી માર્ગ હજુ 40 દિવસ પહેલા જ ધારાસભ્ય ઠુંમરની રજુઅાતથી નવાે બનાવવામા અાવ્યાે હતાે. જાે કે અહી પડેલા ભારે વરસાદે તંત્રની પાેલ ખાેલી નાખી હતી. અને માર્ગનુ ધાેવાણ થઇ ગયુ હતુ. અા માર્ગ પર ઠેરઠેર ખાડાઅાે પડી ગયા છે.

જેના કારણે અહીથી પસાર થતા વાહન ચાલકાેને અગવડતા વેઠવાનાે વારાે અાવ્યાે છે. રસ્તાની કામગીરી નબળી થઇ હાેય અહી પડેલા ભારે વરસાદથી માર્ગનુ ધાેવાણ થઇ ગયુ હતુ.અા ઉપરાંત ચમારડીથી કુંવરગઢ, વાલપુર, પીર ખીજડિયા, ઈંગોરાળા, ભીલડી સુધીનો માર્ગ અતિ બિસ્માર થયો છે. ચમારડીથી ભીલડી જવાના માર્ગ પર ઠેરઠેર પાણી ભરાયેલા નજરે પડી રહ્યાં છે. જેના કારણે અહીથી પસાર થતા વાહન ચાલકાેને અકસ્માતની ભીતિ સતાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...