તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાર્મિક:કાઠી ક્ષત્રિય સમાજના સૂર્યનારાયણનાં સાડા ત્રણ દિવસનાં નકોડા ઉપવાસ શરૂ

બાબરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15મીના ગણેશ ચતુર્થીના દિવસે પારણાં કરાશે, કોરોનાને લીધે ઘરે જ ઉપવાસ

કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરા મુજબ ભગવાન સૂર્યનારાયણનાં સાડા ત્રણ દિવસના નકોડા ઉપવાસ શરૂ કરાયા છે. આ વખતે કોરોનાંની મહામારી ચાલી રહી હૉય જેથી સમાજના લોકો ઘર પર રહીને જ ઉપવાસ કરી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી કાઠી ક્ષત્રિય સમાજના લોકો ભગવાન સૂર્યનારાયણનાં સાડા ત્રણ દિવસનાં ઉપવાસ કરે છે. એ પરંપરા હજુ પણ સમાજના લોકોએ જાળવી રાખી છે.

અને નકોડા સાડા ત્રણ દિવસનાં ઉપવાસ કરે છે. હાલ કોરોનાની મહામારી ચાલી રહી હોય ત્યારે નવા સુરજદેવળ અને જુના સુરજદેવળ ક્ષત્રિય સમાજના યુવાનો વડીલો આ વખતે પોતાના ઘરે જ સાડા ત્રણ દિવસના નકોડા ઉપવાસ કરી રહ્યા છે. 15 તારીખને ગણેશ ચતુર્થીના દિવસે પારણા કરાશે. હાલ કોરોનાની મહામારી અને મંદિર ખાતે ભીડ ન થાય એ માટે તમામ ક્ષત્રિય સમાજના લોકો પોતાના ઘરે ભગવાન શ્રી સુર્યનારાયણના ઉપવાસ કરી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવશે.

અન્ય સમાચારો પણ છે...