અમરેલી:બાબરા પંથકમાં મગફળીમાં સુકારાનો રોગ

બાબરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુકારાના રોગથી બાકાત રહેલો પાક ઉપાડવાની કામગીરી શરૂ કરાઇ - Divya Bhaskar
સુકારાના રોગથી બાકાત રહેલો પાક ઉપાડવાની કામગીરી શરૂ કરાઇ
  • મોટાભાગના છોડ સુકાવા લાગતા ફાલ ઉપાડવાની કામગીરી શરૂ કરાઇ
  • ખેડૂતો મુંઝવણમાં

તાલુકાના ખેડૂતોએ ઉનાળુ પાકમાં મગફળીનું વાવેતર કર્યું હતું. રાત દિવસનાં ઉજાગરા કરી અને મહામહેનત કરી મગફળીને મોટી કરી હતી. પણ આખરે આ મગફળીમાં  સુકારા નામનો રોગ આવતા મોટાભાગના મગફળીનાં છોડ સુકાવા લાગ્યા હતા. જેને પગલે મગફળીનો ફાલ ઓછો આવ્યો છે અને ખેડૂતો મુશ્કેલીમા મુકાયા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ અત્યારે મગફળીને ઉપાડવાનું કામ ચાલુ હોય તો જે બહારનાં મજૂરો હતા તે મજૂરો લોકડાઉનનાં હિસાબે પોતાના વતન ચાલ્યા ગયા છે. એટલે હાલ મજૂરોની થોડી ઘટ હોય તેના કારણે મજૂરોને  મજૂરી પણ ઉંચી દેવી પડે છે.હાલ ચોમાસું માથે આવી રહ્યું છે. ત્યારે ખેડૂતોને બિયારણ તેમજ ખાતર સહીત અન્ય ખેતીની ચીજવસ્તુ  માટે ખેડૂતોને પૈસાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે. પરંતુ પૂરતા ભાવ ન મળતાં ખેડૂતો હાલ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અને પોતાના લમણા પર હાથ દઈ બેસવાનો વારો આવ્યો છે . અને હાલ બિયારણના ભાવ ઊંચા  હોવાના કારણે ખરીદી કરવી પણ મુશ્કેલ બની છે. 

અન્ય સમાચારો પણ છે...