તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાત રાજી રાજી:બાબરાના 10 ગામમાં વાવણીનાે પ્રારંભ

બાબરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા બે દિવસ દરમિયાન બે ઇંચથી વધુ વરસાદ પડતાં જગતનાે તાત રાજી રાજી

સાૈરાષ્ટ્રમા પ્રિમાેન્સુન અેકટીવીટીના ભાગરૂપે છુટાેછવાયાે વરસાદ પડી રહ્યાે છે. પરંતુ બાબરા તાલુકાના 10 ગામાેમા વાવણી લાયક વરસાદ પડી જતા અહી ખેડૂતાેઅે હાેંશેહાેંશે વાવણીનાે અારંભ કરી દીધાે છે. બાબરા તાલુકાના અા ગામડાઅાેમા અાેણસાલ વાવણી અેક પખવાડીયુ વહેલી થઇ રહી છે. છેલ્લા બે દિવસથી અા વિસ્તારમા ધાેધમાર વરસાદ વરસી રહ્યાે છે. ચમારડી, ઘુઘરાળા, ઇંગાેરાળા વિગેરે ગામમા અા બે દિવસ દરમિયાન ધાેધમાર વરસાદને પગલે વાડી ખેતરાેમા પાણી ભરાયા હતા.

અેટલુ જ નહી ઘુઘરાળામા તાે ગઇકાલે સ્થાનિક નદીમા ભારે પુર અાવ્યું હતુ. જેને પગલે અાજે સવારે અા વિસ્તારના ખેડૂતાેઅે હાેંશેહાેંશે વાવણીનાે અારંભ કરી દીધાે હતાે. સ્થાનિક ખેડૂત ભુપતભાઇ બસીયાઅે જણાવ્યું હતુ કે દર વર્ષ કરતા અા વખતે અેક પખવાડીયુ વહેલી વાવણી થઇ રહી છે. જે સારા વરસની નિશાની છે. સામાન્ય રીતે ખેડૂતાેને ભીમ અગીયારસ અાસપાસ વાવણી કરવા મળે છે. પરંતુ અા વર્ષે વહેલી વાવણી થઇ રહી છે.

કયા- કયા ગામમાં શરૂ થઇ વાવણી
બાબરા તાલુકાના ઘુઘરાળા, ચમારડી, ઇંગાેરાળા, ચરખા, લુણકી, વાવડી, દરેડ, જામબરવાળા, ખાખરીયા તથા અાસપાસના કેટલાક ગામાેની સીમમા વાવણી શરૂ થઇ છે.

અન્ય સમાચારો પણ છે...