તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અધિકારીઓને રજૂઆત:બાબરામાં આરટીઆઇ ખાતે લર્નિંગ લાયસન્સ સેન્ટર શરૂ કરો

બાબરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

લાઠી ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને સંકલન ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. અહીં બાબરા આઈટીઆઈ ખાતે લર્નિંગ લાયસન્સ સેન્ટર શરૂ કરવા ધારાસભ્ય વિરજીભાઇ ઠૂંમરે અધિકારીઓને રજૂઆત કરી હતી. અને લોકોને લાયસન્સ માટે પડતી મુશ્કેલી દૂર કરવા માંગણી કરી હતી.

લાઠી- બાબરાના ધારાસભ્ય વિરજીભાઇ ઠૂંમરે જણાવ્યું હતું કે બાબરા પંથકમાં લોકોને વાહનોના લર્નિંગ લાયસન્સ માટે હાડમારી વેઠવી પડે છે. આરટીઓની કામગીરી માટે વાહન ચાલકોને અમરેલી ધક્કા ખાવા પડે છે. ત્યા પણ સમય મર્યાદામાં વારો નહી આવતા લોકોના સમય અને નાણાંનો વેડફાટ થઈ રહ્યો છે. અને આરટીઓ કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે.

બાબરાના દરેડ રોડ પર આવેલ આઈટીઆઈ ખાતે લર્નિંગ લાયસન્સ સેન્ટરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તો લોકોને રાહત મળશે. અહીં આઈટીઆઈમાં લાયસન્સ કાઢવાની મંજૂરી પણ આપવામાં આવી છે. અને માળખાકીય સુવિધા પણ છે. પણ માત્ર ગાંધીનગર રોજગાર અને તાલીમ ભવનની વહીવટી મંજૂરીના કારણે લર્નિંગ લાયસન્સ સેન્ટર શરૂ થવામાં રાહ લાગી રહી છે.

અન્ય સમાચારો પણ છે...