પ્રયાસ નિષ્ફળ:બાબરામાં શિક્ષકના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, હાથ કશું ન આવ્યું

બાબરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિવાર બહાર ગામ ગયો" તો: તસ્કરોએ સરસામાન વેરવિખેર કરી નાખ્યાે

બાબરામા ચિત્રકુટ સાેસાયટીમા રહેતા અેક શિક્ષક પાેતાનુ મકાન બંધ કરી દિવાળી વેકેશન કરવા ગયા હાેય પાછળથી તસ્કરાેઅે મકાનને નિશાન બનાવ્યું હતુ. તસ્કરાેઅે મકાનના તાળા તાેડી અંદર ઘુસી સરસામાન વેરવિખેર કરી નાખ્યાે હતાે જાે કે કશું હાથ લાગ્યું ન હતુ.

રહેણાંકમા ચાેરીના પ્રયાસની અા ઘટના બાબરામા બની હતી. સુત્રાેમાથી જાણવા મળતી વિગત અનુસાર અહીની ચિત્રકુટ સાેસાયટીમા રહેતા મુકેશભાઇ અાંબલીયા નામના શિક્ષક દિવાળી વેકશન હાેય પરિવાર સાથે સુરત ગયા હતા. ત્યારે ગતરાત્રીના તેમના બંધ મકાનમા તસ્કરાે ત્રાકટયા હતા. અહી તસ્કરાેઅે મકાનના દરવાજાના તાળા તાેડી અંદર પ્રવેશી સરસામાન વેરવિખેર કરી નાખ્યાે હતાે જાે કે તસ્કરાેનાે ચાેરીનાે અા પ્રયાસ નિષ્ફળ રહ્યાે હતાે. પાડાેશીઅે અા અંગે મુકેશભાઇને જાણ કરી હતી. જાે કે હજુ સુધી અા બારામા કાેઇ પાેલીસ ફરિયાદ નાેંધાઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...